SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ વતા દેશ અને ઉપખંડને પણ ક્ષણવારમાં સર્વનાશ કરી શકાય છે. આજના અણુબોમ્બ એનું જીવંત પ્રમાણ છે. પરંતુ એમને હજુ સુધી એ માલુમ પડયું નથી કે – જગતમાં જડથી ઊલટું જે ચેતન તત્વ છે, તેના પરમાણુની શોધ કરતાં જાણી શકાય છે કે એમાં તે જડ કરતાં પણું હજારગણું શક્તિ ભરી હોય છે. ચેતનશક્તિ પોતાના સંકલ્પબળથી પણ જડ પદાર્થોને પિતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરી શકે છે. એક ચેતનશક્તિ ધારકપ્રાણિ કેઈપણ જાતના બાહ્ય પ્રાગ વિના, આંતરિક સંકલ્પબળથી અન્ય પ્રાણીઓના દિલને આકર્ષી શકે છે, દુશ્મનને પણ મિત્ર બનાવી શકે છે, હિંસક ભાવથી મુક્ત બનાવી શકે છે, વિશ્વના પ્રાણીઓમાં મૈત્રી ભાવનાને પ્રસરાવી વિશ્વશાંતિ પણ સ્થાપન કરી શકે છે. પરંતુ આ શક્તિને સાચી દિશામાં પ્રગ થાય તે જ, જડપદાર્થોની સહાય વગર બધાં કાર્યો પાર પાડી શકાય છે. આપણા પૂર્વજો આવું જ્ઞાન ધરાવતા હતા. પણ આજે તેનું જ્ઞાન માત્ર ગ્રંથમાં જ પુરાઈ રહ્યું છે. - પૂર્વ મહષિએની અનુભવગમ્ય માન્યતા હતી કે જે જ્ઞાન-વિજ્ઞાન આપણે કુવાસનાનું પિષક હેાય, માનવને દાનવ બનાવતું હોય, પાશવી વૃત્તિને વેગ આપનાર હોય, જીવનના મહામૂલ્યને કચડી નાંખનાર હોય, કેવળ ભૌતિકવાદ તરફ જ માનવીને ઘસડી જતું હોય, જેમાં ડગલે ને પગલે માનવતાનું ખૂન થતું હોય, જે આ ભવને તે બગાડનાર હોય પરંતુ પરભવને ય બગાડનાર હોય, જેમાં ઇંદ્રિયની વિષયા નવ ૧૩
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy