________________
પ્રકરણ ૮ મું સુખ પ્રાપ્તિની સમજમાં ભૌતિક વૈજ્ઞાનિકેની ભ્રમણ
સંસારમાં બે શક્તિઓ કામ કરી રહી છે, એક જડ અને બીજી ચેતન. એક શારીરિક અને બીજી આત્મિક. એક પ્રાકૃતિક અને બીજી પૌષિક.
જડશક્તિ સ્થળ છે, માટે જ ઇન્દ્રિયગમ્ય છે ચેતનશક્તિ અતિ સૂક્ષ્મ છે, માટે જ અતીદ્રિય છે. જડશક્તિનું સામ્રાજ્ય જગતસૃષ્ટિના વિસ્તારમાં છે, અને ચેતનભાવનું ' સામ્રાજ્ય એનાથી પર છે જડશક્તિ સામાન્ય રીતે અનુભવગ્ય છે. ચેતનભાવ અનુમાનગમ્ય છે.
આજનું વિજ્ઞાન કે આજને વિદ્વાન, જડજગતની આસપાસ આંટા મારે છે. જો કે એણે એમાં સારી શોધ કરી છે, એ દ્વારા એણે અનેક બહુમૂલ્ય વસ્તુઓ વિશ્વને આપી છે, પણ દુઃખ એ છે કે એ સિવાય ચેતનભાવ જેવું બીજું કાંઈક તત્ત્વ આ ધરતી પર છે એની એને ઝાંખી થતી નથી.
આત્મત્વ કે ઈશ્વરત્વભાવનું યથાર્થ સ્વરૂપ એના અનુમાનમાં પણ આવતું નથી. આજના એ વૈજ્ઞાનિકે એ સિદ્ધ કરી બતાવ્યું છે કે સૂકમ પરાણ ઇલેનિમાં એટલી અજબ શક્તિ હોય છે કે તેના વિશ્લેટથી વિશાળભૂમિ ધરા