SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo સમસ્ત પદાર્થોની ત્રિકાલિક અવસ્થાઓનું જ્ઞાન, અંજલિમાં રહેલ જળની માફક, આત્મપ્રત્યક્ષ વર્તે છે. આવા જ્ઞાનીઓ તે કેવલજ્ઞાની કહેવાય છે, યા સર્વજ્ઞ કહેવાય છે તેઓ રાગ-દ્વેષથી બિલકુલ રહિત હોવાથી તેમનામાં ફોધ, લોભ, ભર્યા અને હાસ્ય એ ચાર પૈકી એક પણ રણ અંશમાત્ર વર્તાતે હેતું નથી. એ ચાર દુર્ગુણો સિવાય અસત્ય બેલવાનું હોઈ શકતું જ નથી. વળી અજ્ઞાન પણ તેમનું નષ્ટ થવાથી કઈ પણ ય પદાર્થનું જ્ઞાન, કેઈ પણ સ્વરૂપે તેમનાથી અજ્ઞાત રહેતું નથી. કેઈના કહેવા માત્રથી કે દૃષ્ટિરાગથી પ્રેરાઈ તેમની વીતરાગતા સ્વીકારાતી નથી. પરંતુ તેમની વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાતિને સિદ્ધ કરતે તેમના જીવનને ક્રમબદ્ધ સ્પષ્ટ ઇતિહાસ હોય છે. વિશ્વના કેઈ પણ કાળના કેઈ પણ વૈજ્ઞાનિકથી અજ્ઞાત તથા જગતના કેઈ પણ પ્રાણિને ઇન્દ્રિયગ્રાહ્ય કે પ્રયોગગ્રાહ ન બની શકે તેવા સૂફમ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ પદાર્થોનું વિજ્ઞાન, આવા વીતરાગ-સર્વજ્ઞપરમાત્માઓના વચનથી જ જાણી સમજી શકાય છે. આવા પદાર્થોના આવિષ્કારક તે સર્વજ્ઞ દેવ, શ્રી અરિહંત પરમાત્મા યા શ્રી તીર્થંકર પરમાત્મા કહેવાય છે. અમુક સમયે અમુક તીર્થકરે જ થઈ શકવાને. કુદરતી નિયમ છે. તે પ્રમાણે વીસ વીસ તીર્થકરે ક્રમબદ્ધ થતા રહે છે. એવી અનંતી વીશીઓ ભૂતકાળમાં થઈ છે અને ભવિષ્યમાં થશે. તેઓએ પ્રરૂપિત દર્શન, તે જૈનદર્શન નામે ઓળખાય છે. છેલ્લામાં છેલ્લા તીર્થ કર આ ભરતક્ષેત્રમાં પ્રભુ શ્રી મહાવીરદેવ થઈ ગયા છે.
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy