________________
૧૬૯
સામાન્ય ચક્ષુ દેખી ન શકે તેને આંતરદષ્ટિવાળું પદાર્થ– વિજ્ઞાન જેવાને ઈચ્છે છે. જેને સાધારણ ઇન્દ્રિય પામી ન શકે એવી વસ્તુઓનો તે અનુભવ કરવા ચાહે છે. ભૌતિક યા બાહ્ય દષ્ટિ વિચારધારાવાળી વ્યક્તિ, આવી આંતરદષ્ટિથી બહુ જ દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે, તે પણ આંતરદષ્ટિ વિચારધારાનું સ્તર બહુ જ ઊંચું રહ્યું છે, અને રહેશે.
આંતરદષ્ટિને પ્રાપ્ત મનષ્ય જ સમજી શકે છે કે જડ પદાર્થો કરતાં ચેતન અચિંત્ય શક્તિધારક છે. ચેતનને પિતાની અચિ ત્ય શક્તિઓની પ્રગટતાથી પ્રાપ્ત થતા સુખની આગળ, ભૌતિક સામગ્રીની અનુકુળતાથી પ્રાપ્તસુખ તુચ્છ છે, ત્યાજ્ય છે, પરાધીન છે, નશ્વર છે.
ચેતન જ્ઞાતા છે, જ્યારે જડ રેય છે, જ્ઞાતા પોતાની જ્ઞાનશક્તિની પ્રગટતા અનુસાર તે ય પદાર્થોને જાણી શકે છે. જ્ઞાતાની ચેતનશક્તિ જ્યાં સુધી ન્યૂનાધિક પ્રમાણમાં પણ આચ્છાદિત-સુષુપ્ત છે, અપ્રગટ છે, ત્યા સુધી પદાર્થોનું નાન કરવામાં તેને ચક્ષુ આદિ ઇન્દ્રિરૂપ સાધનની આવશ્યતા રહે છે. પદાર્થોનું જ્ઞાન કરવામાં વર્તતી આ પરાધીનતા એ જ મહા દુઃખ છે. પરંતુ ચેતનનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરીને, આત્મા જ્યારે સત્યપુરૂષાર્થથી પોતાની ચેતનશક્તિની પૂર્ણતાને સંપૂર્ણ નિરાવરણ અર્થાત્ પ્રગટ કરે છે, ત્યારે વિશ્વના કેઈ પણ પ્રકારના સ્થૂલ કે સૂક્ષ્મ પદાર્થોને જાણવામાં તેને ઈદ્રિયે રૂ૫ સાધનોની કે કઈ યાંત્રિક સાધનની આવશ્યકતા રહેતી નથી. તેને સમસ્ત વિશ્વમાં વ્યાપી રહેલા