________________
કાર અને તેને ઉપયોગ, શુભ છેડાવાળા નથી. જીવનમાં ઉપયેગીતાની દૃષ્ટિએ ચેતનના જ્ઞાનરહિત કેવળ જડના જ આવિષ્કારે, અને ચેતનના જ્ઞાનપૂર્વકના જડના આવિષ્કારે એ બન્નેનું સ્વતંત્ર મહત્ત્વ છે. બન્નેય સત્યની મંજિલ પર પહોંચવા ઈચ્છે છે, પરંતુ ચેતનના માલપૂર્વકના જડ યુગલના આવિષ્કારને વિકાસ મુખ્યત્વે આત્મવાદના રૂપમાં છે. તેનાથી મનુષ્યને ક્ષમા, સંતોષ, અહિંસા, સત્ય આદિની પ્રાપ્તિ થઈ છે. જ્યારે ચેતનને ભૂલી જઈ જડના જ આવિકારેને વિકાસ આધિભૌતિક જ રહ્યો છે. કેવળ ભૌતિક સામગ્રીથી જ મનુષ્ય ભલે આન દથી જીવી શકે, પરંતુ ચેતનને ભૂલી જવાથી માત્ર ભૌતિક સાધનોના ઢગલાઓથી વાસ્તવિક શાંતિનો અનુભવ કે ભૌતિક આવિષ્કારની પૂર્ણ સત્યતા, કદાપિ પ્રાપ્ત થવાની નથી.
ચેતનના આવિષ્કારની સમજ રહિત, કેવળ જડના જ આવિષ્કારની દષ્ટિ, તે બાહ્ય દષ્ટિ છે. અને ચેતનના આવિકાર પૂર્વકની જડના આવિષ્કારની દષ્ટિ, તે આતર દ્રષ્ટિ છે. આંતર દષ્ટિને અપ્રાપ્ત મનુષ્ય, પૃથ્વી ઉપર રહીને રિલેકને જીતવાના પ્રયાસે કરતે આવ્યા છે, અને કેટલીક વાર કંઈક અંશે તેને સફળતા પણ મળે છે. પરંતુ જગતને ઇતિહાસ કહે છે કે એ સફળતાની ભ્રમણાનું જ્ઞાન, માનવીને હમેશાં પાછળથી થયું છે.
આંતરદૃષ્ટિને પ્રાપ્ત કરવાની પ્રેરણા કરતું પદાર્થ– વિજ્ઞાન જ આત્માને શાંતિની નજીક લઈ જાય છે. જેને