________________
૧૬૭
વસ્તુઓ બને છે. તે દરેક પણ જીવન સજીવ યા નિર્જીવ શરીરો કે તેના જથ્થા, કે તેના સંચાગ કે વિભાગથી બનેલા હોય છે. એટલે વૈજ્ઞાનિકોએ આવિષ્કારિત પદાર્થોનું મૂળસ્વરૂપ તે જીવસહિત કે જીવહિત શરીર યા શરીરના જથ્થા સ્વરૂપ હોય છે. પરંતુ તે શરીરનું ઉપાદાન કારણ શું છે? અર્થાત્ કેવા સ્વરૂપે વિશ્વમાં વતી રહેવ પુદ્ગલ– જથ્થાઓમાંથી તે શરીર તૈયાર થાય છે? તેનું ધન, સર્વજ્ઞદર્શન સિવાય કંઈ દર્શનકાર કે વૈજ્ઞાનિક કરી શક્યા નથી. છતાં તેવા સૂફમ જથ્થાઓ અને બીજા પણ કેટલાક સૂક્ષ્મ જથ્થાઓની વિવિધ જાતે કે જે આપણને ઈન્દ્રિયગ્રાહ્ય થઈ શકતી નથી, કે કઈ પણ જાતના બાહ્ય યાંત્રિક યા વૈજ્ઞાનિક પ્રયોગથી સમજી શકાય તેવી નથી, એવા તે જગ્યાઓનું અસ્તિત્ત્વ પણ વિશ્વમાં અવશ્ય વતે છે.
અહિં કેઈને શંકા થાય કે ઈન્દ્રિયને પણ બિલકુલ ગ્રાહ્ય થઈ શકતા ન હોય તે પછી તેવા પદાર્થ જથ્થાઓના આવિષ્કારકેએ તે જથ્થાઓ કેવી રીતે જાણ્યા ? અને તેના આવિષ્કારકે કેણ ?
જ્યાં કેવળ જડપદાર્થના જ ગુણ તથા પર્યાયનું અને તે પણ અપૂર્ણ અને અનિશ્ચિત ધન હોય છે, ત્યાં આવી શકા ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. પરતુ જ્યાં જડ અને ચેતન બનેને ગુણ તથા પર્યાયનું સર્વાગી શોધન હોય છે, ત્યાં આવી શંકા રહી શકતી નથી. અહીં સમજવું જરૂરી છે કે ચેતનના લક્ષવિનાના કેવળ જડપુદ્ગલના જ આવિ