________________
૧૬૪
અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ ઈત્યાદિ વર્તમાન વૈજ્ઞાનિકેની સમજમાં પદાર્થ સ્વરૂપે નહિં હોતાં શક્તિ તરીકે હતા, તેને આ પુસ્તકના પૂર્વ પ્રકરણોમાં વિવિધ વિચારણા દ્વારા પદાર્થ સ્વરૂપે જ સિદ્ધ કરી આપ્યા છે. વળી કેટલાક પ્રસિદ્ધ વિજ્ઞાનિકોએ પણ તેને પદાર્થ સ્વરૂપ હોવાનું સાબીત કરવાથી જૈનદર્શન કથિત તે હકીકત સત્ય પૂરવાર થઈ ચૂકી છે.
ઈન્દ્રિયગાદ્ય પદાર્થ તે પરમાણુ સ્વરૂપે તે હોઈ શકે જ નહિ. વર્તમાન વૈજ્ઞાનિકે પદાર્થના જે સૂમ વિભાગને પરમાણુ કહેતા આવ્યા છે, તે પરમાણુ પણ નિવિભાજ્ય સ્વરૂપે નહિ હોતાં અનેક પરમાણુઓના જથ્થાઓ રૂપે સંમિશ્રિત હોય છે. જે જથ્થાઓનું જ્યાં સુધી તેઓ વિભાજન કરી ન શકે ત્યાં સુધી તેમની દૃષ્ટિમાં તે પરમાણુ તરીકે ઓળખાય છે. અને પ્રામાં આગળ વધતાં વધતાં જ્યારે તેઓ તેનું વિભાજન કરવામાં સફળ થાય છે, ત્યારે તેઓ વિભાજન કરવામાં સફળ થયા પહેલાં જેને અવિભાજ્ય કેહેતા હતા, તેને સવિભાજ્ય કહેવા લાગે છે. વર્તમાન વિજ્ઞાનના આદ્ય પરમાણુ આવિષ્કારકે તે અવિભાજ્ય ભાગને જ પરમાણુ કહ્યા છે. તેમ છતાં સવિભાજ્ય ભાગને પણ પરમાણુ સંજ્ઞા તરીકે હાલ વિજ્ઞાનમાં ઓળખાય છે. આ રીતે તેમની વિભાજન કરવાની કાર્યવાહી ચાલુ રહે છે, અને જ્યાં સુધી આગળ વિભાજન કરવામાં સફળ ન થાય ત્યાં સુધી તે ભાગને તેઓ અવિભાજ્ય કહે છે. એટલે એક વાત સમજવી જરૂરી છે કે વૈજ્ઞાનિકે જેને પદાર્થને સૂમમાં સૂક્ષ્મ યા નિવિભાજ્ય