________________
૧૬૩
કે જેઓએ યુવાન વયમાં જ ત્રીસ મહાભારત જેટલા શ્લોકે કંઠસ્થ કરી લીધા હતા, તેઓશ્રીએ હિંદી માસિક “કલ્યાણ ના સંપાદક શ્રી હનુમાન પ્રસાદને જણાવેલું કે “ધનુર્વેદ – ધનુષચંદ્રોદય અને ધનુષપ્રદીપ એ ત્રણે ગ્રંથ પિતાને મોઢે છે. એ ત્રણેમાં પરમાણુની સહાયથી શક્તિ નિર્માણનું અને અસ્ત્રોની બનાવટનું વર્ણન છે.
આવી પદાર્થવિજ્ઞાન અંગેની અનેક સૂક્ષ્મ હકીકત સિદ્ધ કરનારનાં દૃષ્ટાંત આપણા પ્રાચિન ભારતીય ગ્રંથમાં જોવા મળે છે. પરંતુ સમય જતા એગ્ય અધિકારીઓને અભાવે ગુરુપરંપરાની પ્રથા લુપ્ત બની. ધાતુવાદનું ઘણું અમૂલ્ય સાહિત્ય પરદેશી આકેમના ઝંઝાવાતમાં ઘસડાઈ ગયું. પરિણામે રસવિદ્યાની વહેતી ધારા બંધિયાર બની.
આ હકીકતવાળા ઇતિહાસથી અજ્ઞાત માણસને પૂર્વ કાલીન ભારત, તે અણુ વિજ્ઞાનનાં રહસ્યોથી અજાણ લાગે એમાં કંઈ આશ્ચર્ય નથી.
આત્મામાં જેમ અનંત શક્તિઓ છે, તેમ પરમાણુઓમાં પણ જુદી જુદી જાતની અનંત શક્તિઓ છે. વિવિધ શક્તિઓની પ્રગટતાએ વિવિધ સ્વરૂપી પુદ્ગલ પદાર્થો વિશ્વના પ્રાણીઓને એક યા અધિક ઈન્દ્રિયગાહ્ય બને છે. દરેક અવસ્થાવંત પુદગલ પદાર્થ તે સંપૂર્ણ પંચેન્દ્રિયગાહા હવે જોઈએ એવો નિયમ નથી. પંચેન્દ્રિયગાહ્ય પણ હોય અને પંચેન્દ્રિયથી ન્યૂનાવત્ એકેન્દ્રિય ગાહ્ય પણ હોય. આ રીતના ઇન્દ્રિય ગાદ્ય પદાર્થો પૈકી કેટલાક પદાર્થ જેવા કે શબ્દ,