________________
૧૫૮
ઈરાદો નથી. પરંતુ પ્રગસિદ્ધથી અન્ય અસત્ય છે, એમ માની બેસવું એ પણ બરાબર નથી. પ્રગશાળાઓની મર્યાદાઓ બહાર પણ સત્ય હોઈ શકે છે.
સન ૧૯૫૬ માં લંડનથી પ્રકાશિત “પરમાણુ અને વિશ્વ” નામક પુસ્તકમાં તેને લેખકે જણાવ્યું છે કે
“ઘણા ટાઈમ સુધી ત્રણ જ તત્ત્વ (એલેકટ્રોન, ન્યુ ટ્રોન અને પ્રેટ્રોન) વિશ્વમાં સંઘઠનના મૂળભૂત આધાર તરીકે માનવામાં આવતાં હતાં. પરંતુ વર્તમાનમાં તથાપ્રકારના તત્ત્વનું અસ્તિત્વ હજુ પણ સંભવિત થઈ ગયું છે. તેથી સહેજે પ્રશ્ન ઊઠે છે કે મૌલિક તો સાચે અર્થ અમે શું કરીએ ? પહેલાં તે અગ્નિ, પૃથ્વી, હવા અને પાણી આ ચાર પદાર્થોને જ મૌલિક તત્ત્વની સંજ્ઞા અપાઈ હતી. પરંતુ ત્યારબાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાચનિક પદાર્થના મૂળભૂત અણુ જ પરમાણુ છે. ત્યાર બાદ પ્રેટોન, ન્યુટ્રોન અને એલેક્ટ્રોન એ ત્રણ મૂળભૂત અણુ મનાયાં. હાલે તે મૂલભૂત અણુઓની સંખ્યા વધી ગઈ છે. અને ફેર પણ વધી શકે તેમ છે. મૂળભૂત અણુઓની એ વૃદ્ધિ, પદાર્થમૂળ સંબંધી અમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તે એ છે કે મૌલિક અણુ શું છે, એ જ હજી સુધી સમજમાં આવી શક્યું નથી.
આ ઉપરથી સમજવું જરૂરી છે કે વિજ્ઞાને પ્રત્યક્ષ સિદ્ધ કરેલ આવિષ્કારેને આપણે ખોટા કહેવા નથી. પરંતુ વિજ્ઞાન વડે શેધાયું હોય તેના કરતાં પણ અનંતગણું