________________
૧૫૬
પ્રત્યેક ઘટનામાં પદાર્થ સ્વરૂપે તે પુગલ જ છે. કડું, કંઠી, વીંટી વગેરે મૂળ પદાર્થ નહિં હોતાં સુવર્ણરૂપ પદાર્થની વિવિધ ઘટના જ છે.
આ પ્રકરણમાં પુદગલપદાર્થના વિવિધ સ્વરૂપની વિચારણામાં હું પણ જ્યાં પદાર્થ શબ્દ વાપરું છું ત્યાં પદાર્થ સ્વરૂપ તે પુદ્ગલ જ સમજવું. બાકી પુગલની ઘટનાને મારાથી જે પદાર્થ શબ્દથી લખાય છે, તે બાળજીવોને સમજવામાં સુલભ પડે એ હિસાબે વૈજ્ઞાનિકભાષાનું જ અનુકરણ છે.
વિવિધ બંધારણ અનુસાર વર્તતી વિજાણુઓની વિવિધ ગોઠવણો, તે જ વિવિધ ઘટનાઓ છે. પુદ્ગલની તે વિવિધ ઘટનાઓને, જગત વિવિધ પદાર્થ સ્વરૂપે સંબોધે છે. વિજ્ઞાન જેને મૂળ તત્ત્વ કહે છે, તે મૂળ તત્ત્વ પણ અમુક ચોક્કસ બંધારણ મુજબ નિયત સંખ્યા પ્રમાણ વિજાણુઓની બનેલા ઘટના છે. પારો એ પુદગલ પદાર્થની ઘટના છે. તથાપ્રકારના પ્રયાગવડે અન્ય બંધારણ મુજબ વિજાણુઓની સંખ્યાનું પરિવર્તન થવાથી પારારૂપ બની રહેલી ઘટનાનું સુવર્ણરૂપ ઘટના સ્વરૂપે જાત્યાંતર થાય છે. એ રીતે વૈજ્ઞાનિકોએ માની લીધેલ મૂળતત્તે અંગે પણ સમજવું. એટલે વૈજ્ઞાનિકે એ માની લીધેલ મૂળ સ્વરૂપે વર્તતી તે પુગલ ઘટના પણ કોઈ અન્ય પ્રકારની પુગલ ઘટનામાંથી જાત્યાંતરને પામીને બનેલી છે. કઈ જાતના બ ધારણવાળી પદગલ ઘટનામાંથી હાલમાં મનાતી મૂળતત્ત્વસ્વરૂપ ઘટના ઉપસ્થિત થયેલી છે? તેને પત્તો