________________
૧૫૩
ઉદ્યોત જ છે. અને તે ઉત્પન્ન કરનાર ઉદ્યોત નામકર્મ છે. આ રીતે વિવિધ વનસ્પતિઓ અને વિવિધ જતુઓના શરીરમાંથી આપણને આશ્ચર્યજનક કે ચમત્કારકરૂપ જે પ્રકાશ
જ્યાં જ્યાં દષ્ટિગોચર થાય ત્યાં ત્યાં તે પ્રકાશ, ઉદ્યોત સ્વરૂપ સમજ. અને તેને ઉત્પન્ન થવામાં તે તે જીવોનું ઉતનામકર્મ કારણરૂપ સમજવું. આ પ્રકાશ પ્રસરા હેવાથી અને ઠંડકદાતા હોવાથી પુદ્ગલ સ્વરૂપ છે. તત્ત્વાર્થ સૂત્રના ટીકાકારે કહ્યું છે કે અગ્નિ અને દીવાને પ્રકાશ ફેલાય છે તે પણ અગ્નિકાય જીવોના ઉદ્યોત નામકર્મના ઉદયને લીધે છે. અગ્નિમાં ઉષ્ણ સ્પર્શ અને લાલવર્ણ હેવાથી તે પણ પુગલ સ્વરૂપ છે. સૂર્ય-ચંદ્રાદિના પ્રકાશને ઉપપ્રકાશ અર્થાત્ સૂર્ય વગેરેના કિરણોમાથી તેની આજુબાજુ કિરણ રહિત જગ્યાએ જે અજવાળુ ફેલાય છે, તે ઉપપ્રકાશને “પ્રભા” કહેવાય છે.
સૂર્યનાં કિરણે ખુલ્લી જગ્યામાં પડે છે, તે પણ બંધ મકાનમાં દિવસ રાત્રિને ખ્યાલ આપવા પુરતું પણ ત્યાં અજવાળુ હોય જ છે. આ અજવાળું તે ખુલ્લી જગ્યામાં પડતા કિરણોના ઉપપ્રકાશ રૂ૫ “પ્રભા છે. જે પ્રભા ન હોય તે જે જગ્યાએ કિરણે પ્રસરે ત્યાં અજવાળું હોય અને આજુબાજુની જગ્યાએ અંધારૂં હોય. પરંતુ તેમ બનતું નથી. પુદ્ગલ સ્કંધમાંથી પ્રગટ થતી આ “પ્રભા પણ પુગલ સ્કંધને જ સમૂહ છે.