________________
ઉપર
સર્વોક્ત જન સિદ્ધાંતથી જ સમજવી જોઈએ. કાર્પણ શરીરનાં વિવિધ અંગે તે વિવિધ સંજ્ઞાયુક્ત છે. બાહ્ય શરીરની રચનામાં અને આત્માને વિવિધ અવસ્થાવંત બની રહેવામાં જે જે પ્રકારની યેગ્યતાવાળાં તે અંગે હોય તે તે પ્રકારની યોગ્યતાને અનુરૂપ સંજ્ઞાથી તે અંગે ઓળખાય છે. કામણ શરીરનું એક અંગ એવું છે કે જેના ઉદયથી (સ્વભાવાનુસાર જીવને ફળદાતા બનવાની રેગ્યતાના કાળે) બાહ્ય શરીરમાં પ્રથમ જણાવેલ પ્રકાશનું નિર્માણ થાય છે. આ અંગે તે “ઉદ્યોત” નામકર્મની સંજ્ઞાથી ઓળખાય છે. આ ઉદ્યોત નામકર્મના ઉદયવાળા જેનું શરીર, શીત પ્રકાશ સ્વરૂપે ચમકે છે, માટે જ તેવી રીતે ચમક્તા પ્રકાશને જૈનદર્શનમાં ઉદ્યોત સ્વરૂપે ઓળખાવ્યો છે. આતપસ્વરૂપે ચમકતું શરીર ક્યા કયા દેહધારી જીનું હોઈ શકે છે, તે નીચેના એક લેકથી જ સમજી શકાય છે. अणुसिण पयासरुवं जिअंग मुज्जोअए इहज्जोआ । जड देवुत्तर विक्किम, जोइस खज्जोअ माइव्व ॥
મુનિઓનું વૈકિય શરીર, દેવોના ઉત્તર વૈકિય શરીર, ખજુઆ (પતંગીઆ), રાત્રે કેટલીક ચમકતી વનસ્પતિ વગેરેની પેઠે જે જીવેનું શરીર શીત પ્રકાશમય સ્વરૂપે છે તે ઉદ્યોત છે તે ઉદ્યોતને ઉત્પન્ન કરનારૂં કર્મ તે ઉદ્યોત નામ કર્મ છે. અહિં ઉદ્યોત અને ઉદ્યોત નામકર્મ એ મને અલગ છે. કારણ કે ઉદ્યોત એ કાર્ય છે, અને ઉદ્યોત નામકર્મ એ કારણ છે. ચ દ્રમાંથી જે ઠડે પ્રકાશ ફેલાય છે તે પણ