________________
ઉપર
અનંત જ્ઞાનાદિ શક્તિને આછાદિત બનાવી રાખનાર જડપગલના અનાદિકાલિન સંબંધને ખંખેરી નાંખી આત્માના કૈવલજ્ઞાન દીપકને પ્રગટ કરનાર આત્માઓ જ સર્વજ્ઞ કહેવાય છે. આવા સર્વજ્ઞ પરમાત્માઓ ભૂતકાળમાં અનંત થઈ ગયા છે, અને ભવિષ્યકાળમાં અનંત થશે. તેમની સર્વજ્ઞતા તેમના પૂર્વાપર જીવનના ઈતિહાસથી જ સિદ્ધ થાય છે. વિશ્વના કોઈ પણ મનુષ્યને સર્વજ્ઞ તરીકે સ્વીકારી લેવા પહેલાં પ્રથમ તેમની સેટી થયા બાદ જ તેમને સર્વજ્ઞ તરીકે માન્ય રખાય છે. તેમની સર્વજ્ઞતા સત્ય પૂરવાર થયા બાદ તેમનાં વચને શ્રદ્ધામય–વિશ્વાસમય જ બને છે. આ સર્વને જ જૈનદર્શનમાં પરમાત્મા–ઈશ્વર માન્યા છે. તે સિવાય કઈ પણ ઈશ્વર આ વિશ્વમાં હોઈ શકન જ નથી. એટલે જ જૈનદર્શનમાં ઈશ્વરની માન્યતા, સ્તુતિ-પૂજન-ભક્તિ વગેરે, જગતત્ત્વને અનુલક્ષીને નહિં સ્વીકારતા વિશ્વની વિચિત્રતાના અને આત્માની અન તશક્તિને સત્ય સ્વરૂપે દર્શકને જ અનુલક્ષીને છે. જૈનદર્શનના પ્રણેતા સર્વજ્ઞો જ હોઈ શકે છે. તેમની સર્વજ્ઞતામાં જરા પણ ખામી નહિં હોવાથી તેમનાં વચને અર્થાત્ તેઓ વડે આવિષ્કારિત તત્વજ્ઞાન અર્થાત્ પદાર્થજ્ઞાન સંપૂર્ણ અને શાશ્વત સત્ય છે.
ગણધર ભગવાને (તીર્થકર દેના મુખ્ય શિષ્ય) વડે સંગ્રહિત સર્વજ્ઞ પરમાત્માની વાણીપ્રવાહને આગમ (શાસ્ત્રો) દ્વારા જ સત્ય સ્વરૂપે સમજી શકાતો હોવાથી ઉપરક્ત કામણ શરીર અંગેની અતિ સ્પષ્ટ હકીકત પણ