________________
૧૨૯ છે ? અને તે પુદગલ અવસ્થારૂપ હોવાનું કેવીરીતે સિદ્ધ થાય છે? તે આ લેખમાં વિચારવાનું છે. रविविवे उ जिअंगं, ताव-जुअं आयवाउ, नउ जलणे । जमुसिण-फासस्स तहिं, लोहिअ वण्णस्स उदउत्ति ॥
સૂર્યને બિંબને વિષે પૃથ્વીકાય પર્યાપ્તા જીવનું જે શરીર, તાપયુક્ત હોય–પોતે શીતળ છતાં ઉણ પ્રકાશ કરે, તે આપ. અગ્નિના ઉણ પ્રકાશને આતપ ન કહેવાય. કારણ કે તેને ઉષ્ણ સ્પર્શ અને લાલ વર્ણનો ઉદય છે માટે.
સૂર્યનું વિમાન તે ગરમી ઉત્પન્ન કરનાર અતિ મૂલ્યવાત રત્નોનું બનેલું છે. આ રત્નો તે બાદરપર્યાપ્ત પ્રથ્વીકાય જીવેના શરીર સ્વરૂપે છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોના મત પ્રમાણે સૂર્ય એ હાઈડ્રોજનન વિરાટ ગેળે છે. એ વાત જૈન સિદ્ધાન્ત મુજબ સત્ય નથી. કારણ કે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એ વૈમાનિક અર્થાત્ વિમાનમાં વસવાટ કરનાર દે છે. તે વિમાને રત્નનાં બનેલાં હોવાથી પૃથ્વી પર તેને પ્રકાશ ફેલાય છે. તેમાં સૂર્યના વિમાનમાંથી પ્રસરતા પ્રકાશને જેનસિદ્ધાંતમાં “આપ” સ્વરૂપે વર્ણ છે. આ “આપ”સ્વરૂપ સૂર્યને પ્રકાશ પૃથ્વીઉપર ઉષ્ણતા અર્પે છે. પરંતુ જે રસ્તેમાંથી તે પ્રકાશ નીકળે છે, ત્યાં તેને સ્પર્શ, શીત (63) સ્વરૂપ છે. આ માટે જૈનસિદ્ધાંત કહે છે કે અમુક જીવના શરીરમાં “આપ” નામે એક એવું પરિણામ ઉત્પન્ન થાય છે કે તેને આપણે સ્પર્શ કરીએ તે ઠંડી લાગે, પરંતુ તેમાંથી બહાર પડતાં કિરણો