________________
૧૨૭
જરૂરીઆત છે. અને શરીર શુદ્ધિના માટે આહારપાણ અને વ્યવસાયાદિની શુદ્ધિ પણ પરમ આવશ્યક છે.
પ્રસિદ્ધ ચિકિત્સક મહામહોપાધ્યાય સ્વ. ડૉકટર ગણનાથ સેને એક વખત કહ્યું હતું કે, “સાત વર્ષ સુધી પંદર પંદર દિવસ લાગલગાટ કેરીની ઋતુમાં આંબાના ફૂલે પિતાના હાથની હથેલીઓમાં ઘસતા રહેવાથી તે હાથમાં સર્પ ઉતારવાની શક્તિ પેદા થાય છે.” - આ ઉપરથી પણ સ્પષ્ટ સમજાય છે કે જે મનુષ્ય અશુચિ પદાર્થોથી જ પ્રતિસમય સંપર્કમાં રહેવા પૂર્વક વ્યવસાય કરે છે, તે વ્યવસાયથી જ ધનેજપાર્જન કરવા વડે પિતાની આજીવિકા ચલાવે છે, તે મનુષ્યના શરીરમાંથી પ્રસરતી આભા, નિકટવતી મનુષ્યને સ્પેશિત થવાથી તે મનુષ્યને શારીરિક યા માનસિક કેવી અસર કરે છે, તે બુદ્ધિવિંત મનુષ્ય સહેજે સમજી શકે છે.
આ પ્રમાણે મનુષ્યના શરીર આદિ બાહ્યી સ્થૂલ પદાથમાંથી પ્રસરતી આભા-પ્રતિછાયા તે કેવી કેવી રીતે અનુગ્રહ અને ઉપઘાત કરવાના સ્વભાવવાળી છે? તે સહેજે સમજી શકાય તેવી હકીકત છે. અને તેને સ્પર્શ અનુભવનાર
વ્યક્તિને શારીરિક યા માનસિક લાભ નુકશાન થતું હોવાના હિસાબે તે છાયા-પ્રતિબિંબમાં પુદ્ગલપદાર્થપણું અવશ્ય 'સિદ્ધ થાય છે.