________________
૧૧૬
તે છાયા પુદ્ગલે દિવસે અભાસ્વર (અન્યને પ્રકાશિત નહિ કરનારી વસ્તુમાં પડેલાં હોય તે તે સ્વસંબંધી દ્રવ્યની આકૃતિને ધારણ કરતાં શ્યામ રૂપે (કઈક કૃષ્ણ રૂપે) પરિ. હત થાય છે. અને રાત્રે કૃષ્ણ રૂપે પરિણત થાય છે. આ વાત, દિવસે જ્યારે સૂર્યનાં કિરણો પ્રસરે છે ત્યારે, અને રાત્રે ચન્દ્રના પ્રકાશમાં પ્રત્યક્ષ સિદ્ધ છે. તે છાયા પગલે આરિસાદિ ભાસ્વર (અન્યને પ્રકાશિત કરનાર) દ્રવ્યોમાં પ્રતિબિંબિત થયેલાં સ્વસંબંધી દ્રવ્યના આકારને ધારણ કરતા તથા સ્વસંબંધી દ્રવ્યમાં કૃષ્ણનીલ-શુકલ કે પીત, જેવા પ્રકારને વર્ણ હોય તેવા રૂપે પરિણમે છે, અને તેઓની આરિચા વગેરેમાં ઉપલબ્ધિ થાય છે, એ પ્રત્યક્ષ સિદ્ધ છે. જે વસ્તુનાં છાયા પુદ્ગલે આરિસામાં સંકમીને પિતાના(અર્થાત્ વસ્તુના) વર્ણરૂપે અને આકારરૂપે પરિણમે છે, તે જ વસ્તુની તેમાં ઉપલબ્ધિ થાય છે, તે પણ તે પુગલો પ્રતિબિંબશબ્દ વાચ્ય છે. આ ઉપરથી સમજાય છે કે અભાસ્વર પદાર્થમાં પડેલી છાયા તે દિવસે કંઈક કૃષ્ણ રૂપે અને રાત્રિએ કૃષ્ણ રૂપે હોય છે. અને ભાસ્કર પદાર્થમાં પડેલી છાયા તે વસ્તુના પિતાના જ વર્ણ જેવી હોય છે. જે આરિસાદિમાં વસ્તુના છાયા પુદ્ગલે સંકાન્ત થાય છે તે આરિસાદિમાં જ તે વસ્તુની ઉપલબ્ધિ (પ્રત્યક્ષતા) થાય છે, બીજામાં થતી નથી, કેઈને અંતરે ન હોય અથવા અતિ દર ન હોય એવાં જ સ્થલ દ્રવ્યનાં કિરણે આરિસા વગેરેમાં સંક્રાન્ત થાય છે.
આજે તે અતિ દૂર અને અન્ય પદાર્થોના અંતરે