________________
૧૧૭
રહેલ પદાર્થોને પણ તદ્દાકારે અને તવણી સ્વરૂપે વૈજ્ઞાનિક પ્રાગ દ્વારા પિડિત બનાવી તેના પ્રતિબિંબ યા છીયાને જોઈ શકાય એ રીતની વૈજ્ઞાનિક શોધ થયેલી છે. જે ટેલિવિઝન નામે ઓળખાય છે. મનુષ્ય પોતાના ઘરમાં આરામથી બેઠે બેઠે પણ આ ટેલિવિઝન વડે દૂર દૂરના ગાયક અભિનેતાઓના ગાયન સાંભળે છે, નાચ દેખે છે, ચહેરા દેખે છે અને તેઓના અભિનય અને હાવભાવને હુબહુ નિહાળે છે. આ દરવીક્ષણ એ બહુ જટિલ કામ છે. એમાં અભિનેતાના પ્રતિબિંબનાં લાખ રૂપકે બને છે, આકાશમાં ફેલાય છે, સંગ્રાહક યંત્ર વડે પુનઃ જોડાય છે, અને અસલી પ્રતિબિંબ રૂપે રજુ થાય છે. એ રીતે પ્રતિબિંબને રૂપકે–ખંડે ફેલાય છે, અને પુનઃ જોડાય છે, એની વચ્ચે તે અનેક સંસ્કાર માંથી પસાર થાય છે. આ રીતે પ્રતિબિંબ ઉપર વિવિધ સસ્કારે થઈ શક્તા હોવાથી પ્રતિબિંબ એ, પુદ્ગલ પરમાણુ એની જ એક અવસ્થા હોવાનું આ ટેલિવિઝન દ્વારા સિદ્ધ થાય છે. કેમેરાની પ્લેટ ઉપર ફેટો ખેંચાવનારનું પ્રતિબિંબ સંગ્રહિત બની રહે છે, તે પણ પ્રતિબિંબની પુગલતા સાબિત કરે છે. પ્રતિબિંબ એ એક પદાર્થ ન હતા તે ટેલિવિઝન વડે તેના ઉપર વિવિધ સંસ્કારે થઈ શકત નહિ. અને કેમેરા દ્વારા તેને સંગ્રહિત કરી શકાત નહિ.
જૈનદર્શન કહે છે કે, બાદરપરિણામી પુદ્ગલ સ્કોમાંથી પ્રતિસમય જળના કુવારાની માફક આઠસ્પશી પુદ્દ ગલ સ્કે ધોનું વહન ચાલુ જ રહે છે. તે એટલા બધા સૂક્ષ્મ