________________
૧૧૫
જૈનદર્શનમાં પુગલપર્યાય રૂપે બતાવેલ છે. પ્રકાશનું જે આવરણ તેને છાયા યા પ્રતિબિંબ કહેવાય છે, આ છાયા તે શીતસ્પર્શી હેવાથી પુદ્ગલના પરિણામરૂપે સાબિત થાય છે. ગ્રીષ્મ ઋતુના પ્રચંડ તાપમાં ચાલતા મુસાફર શીતલતા મેળવવા માટે વૃક્ષાદિની છાયાને જ આશ્રય લે છે. ધમધખતા ઉનાળાના મધ્યાહૂન સમયે પણ મુસાફરી કરનાર મુસાફેરેને શીતલ છાયા દ્વારા શીતલતાને અનુભવ કરાવવા માટે મેટી મેટી સડક ઉપર સડકની બન્ને બાજુએ વૃક્ષની લાઈને પાય છે, અને વૃદ્ધિ પામેલ વૃક્ષની છાયામાં ચાલતે મુસાફર ભીષણ તાપની વર્ષા સમયે પણ શીતલતા અનુભવે છે. માટે શીતસ્પર્શ અર્પનાર છાયા પણ પુદગલા સ્વરૂપ જ છે.
છાયાના સ્વરૂપને અતિ વિસ્તૃતપણે સમજાવતાં જૈનદર્શન કહે છે કે, “સર્વ પ્રકારની ઈન્દ્રિયગમ્ય સ્થૂલ વસ્તુ તે ચય અને અપચય સ્વભાવવાળી અને કિરણવાળી છે. કિરણે એ જ છાયાપુદ્ગલે કહેવાય છે અને તેને પ્રત્યક્ષસિદ્ધ છાયાપુદ્ગલ તરીકે વ્યવહાર થાય છે. કારણ કે સર્વ સ્થૂલવસ્તુઓની છાયા હોય છે અને તે પ્રત્યક્ષથી બધા પ્રાણુઓને વિદિત છે. બીજું જે સ્થૂલ વસ્તુ કઈ વસ્તુને અન્તરે રહેલી હોય તો તેનાં કિરણે આરિસા વગેરેમાં પડતાં નથી. તેથી તે વસ્તુ તેમાં દેખાતી નથી. માટે જણાય છે કે છાયા પુદગલે તે તે સામગ્રીના વશથી વિચિત્ર પરિણામ પામવાના સ્વભાવવાળાં છે. તે આ પ્રમાણે–