________________
૧૦૩
દેવનિ તરંગને સ્પર્શ, ઉપર મુજબ પ્રાણીઓને હાનિકારક બને છે, તેમ કેટલાક ઇવનિ તરંગે પ્રાણીઓના શરીરને લાભકારી પણ બને છે. ભારતમાં તે આપણે પ્રાણિમાત્રને જ નહિ, પણ તમામ પ્રકારની વનસ્પતિને જીવંત ગણીને ચિતન્યના વિવિધ સ્વરૂપ તરીકે માનતા આવ્યા છીએ. આ કેવળ ધાર્મિક અંધશ્રદ્ધા ન હતી, પણ વૈજ્ઞાનિક સત્ય છે. એમ સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બેઝ પ્રાગ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. વૃક્ષે અને છોડવા તથા વેલા પણ માનવીઓના જેવી જ લાગણી ધરાવે છે, અને સુખ તથા દુઃખનો અનુભવ કરે છે, એ, ડૉ. બેઝે નક્કર રીતે પુરવાર કરી આપ્યું હતું.
વનસ્પતિસૃષ્ટિ પ્રાણીઓના જેવી સજીવ છે, એમ સ્વીકારીને એ કેટલી હદે પ્રાણીઓના જેવું જીવન જીવે છે, તે નક્કી કરવામાં અનેક દેશના વિજ્ઞાનીઓ પ્રવૃત્ત બનેલા છે. ભારતની અન્નામલાઈ યુનિવર્સિટિના પ્રાધ્યાપક હૈ. ટી. સી. એન. સિંહે પ્રવેગે દ્વારા સાબિત કર્યું છે કે ઝાડપાન પર સંગીતને દેવનિ ઘણી સારી અસર કરે છે. જેથી તે વનિથી સ્પેશિત બનતા વૃક્ષ-વેલા વધારે ફળ ફૂલ આપે છે, અને વધારે સારી રીતે વિકસે છે. એ વિષે હવે શંકા રહેતી નથી. કેનેડામાં પણ ઘઉંના ખેતર પર સૂર્યોદય સમયે લાઉડસ્પીકરે દ્વારા સંગીત વહેતું મૂકતું આવેલું, અને કેલિફેનીઆમાં પણ વટાણાના ખેતરે પર શાસ્ત્રીય સંગીતની રેકર્ડ વગાડવામાં આવતાં, પાકપર તેની નેંધપાત્ર સુંદર અસર થઈ હતી.