________________
ગર્ભ છૂટી જવા, આ બધા દાખલાઓ પંચેન્દ્રિય પ્રાણીઓને અંગે સમજવા.
શ્રોત્રેનિદ્રયરહિત પ્રાણીઓને પણ શબ્દ સ્પર્શની અસર પ્રતિકૂળરૂપે કેવી રીતે અનુભવાય છે તે તીડોન દષ્ટાંતથી સમજાય છે. ખેતરમાં પથરાઈ બેઠેલા તીડે, ઢોલ આદિના પ્રબળ શબ્દના સ્પર્શથી શરીરે પ્રતિકૂળતા અનુભવી ઉડી જાય છે. જૈન શાસ્ત્રમાં તીડને ચઉરિન્દ્રિય પ્રાણી કહ્યું છે, એટલે તેને કાન હતા નથી. છતાં તે ઢેલના શબ્દની અસર પિતાના શરીર ઉપર થતા પ્રહારરૂપે અનુભવે છે. પૂર્વકાળમાં ભારત વર્ષમાં કેઈ હિંસક પ્રયોગો દ્વારા તીડેને હટાવવાનો પ્રયત્ન થતું ન હતું. પરંતુ વિનિ ઉત્પાદક સાધન દ્વારા જ તીઓને હટાવવામાં આવતાં હતાં.
જેના ઈતિહાસમાં પ્રસિદ્ધ કાલકાચાર્યની બહેન સાથ્વીજી સરસ્વતીશ્રીની શીયળ રક્ષાના માટે ઉજજયિને રાજા ગભિલ્લને શાહી રાજા દ્વારા પરાજિત કરવાની હકીકતમાં ગભિ વિદ્યાને ઉલ્લેખ આવે છે. ગર્દભિ વિદ્યા એ એક પ્રાચીન વિદ્યાનું નામ છે. તેના વિનિ માત્રથી શત્રુસેનાનો સંહાર થઈ શક્ત હતા. તેને ગર્દભિ વિદ્યા કહેવાનું કારણ એ હતું કે તે પ્રયાગમાં વિદ્યાદ્વારા એક ગદ્ધાનું નિર્માણ કરાતું. તે ગદ્ધાના મુખમાંથી એક વિશેષ દવનિ ઉત્પન્ન કરવામાં આવતે કે જે કઈ તે ધ્વનિને સાંભળે, તે સાંભળતાની સાથે જ તુરત મેંમાંથી લેહી વમતે બની જઈ મરણ પામતે.