________________
છે. અને તે અમુક દૂર ગયા બાદ ભેદાય છે. ભેદાએલાં તે ભાષાદ્રિ સંખ્યાતા જન સુધી જઈને શબ્દ પરિણામને. ત્યાગ કરે છે. જેથી ત્યારબાદ તેનું શબ્દ સ્વરૂપે અસ્તિત્વ રહેતું નથી. અને જે આરેગ્યાદિ ગુણયુક્ત અને તથાવિધિ આદરભાવથી તીવ્ર પ્રયત્નવાળો વક્તા તે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરવાના અને મૂકવાના પ્રયત્નમાં અનેક ખંડ કરીને મૂકે છે. તે વક્તા પ્રથમથી જ જે ભાષાદ્રિને મૂકે છે, તે સૂમ અને ઘણાં હોવાથી ઘણાં અન્ય દ્રવ્યોને વાસિત કરે છે. અર્થાતુ ઠેઠ ચૌદ રાજલકના અંત સુધી રહેલ ભાષાવર્ગણના મુદ્દગલ ઉપર તે. બેલાયેલા શબ્દોની અસર થાય છે. એટલે જેમ પાણીમાં એક ઠેકાણેથી ઉત્પન્ન થયેલે તરંગ નવા તરંગ ઉપજાવે છે, તેમ અહિં પણ ભાષાના તરગો થઈને લેકાન્ત સુધી ફેલાય છે. અને ફેલાયેલાં તે ભાષાના તરંગે પૈકી કેટલાક તરંગ ઓછામાં ઓછા બે સમય સુધી તથા વધુમાં વધુ અસંખ્યાતા સમય સુધી પણ ભાષાપણે રહે છે.
અહિં પ્રશ્ન એ ઉદ્દભવે કે તીવ્ર પ્રયત્નવાળા વક્તાએ છેડેલાં ભાષાપુદ્ગલે ઠેઠ લેકાન્ત સુધી ફેલાતાં હોવા છતાં– પણ વક્તાની નજીકમાં રહેલાને જેમ સંભળાય છે, તેમ બ્રહ્માંડમાં સર્વને કેમ સંભળાતાં નથી ? તેનું સમાધાન એ છે કે જીવને શ્રોત્રેન્દ્રિય દ્વારા જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા શબ્દ સંભળાય છે, અને ઉત્કૃષ્ટથી, નહિં છેદાએલાં–અવ્યવહિત–અન્ય શબ્દો વડે અથવા વાયુ વગેરેથી જેની શક્તિ હણાઈ નથી એવાં બાર
અર