________________
ક્રિયાને સૂચક છે. ભગવતી સૂત્રમાં સિજ અને વિરેજ મુદ્દગલેની સ્થિતિના વિચારમાં કહ્યું છે કે હે ભગવન્! અનન્ત પ્રદેશિક સ્કન્ય કેટલા કાળ સુધી સૈજ (સકમ્પ) હોય ? હે. ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્યાતમે ભાગ હોય. નિરજ (અકમ્પ) તે જઘન્યથી એક સમય અને ઉરકૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી હોય.
આ પ્રમાણે પરમાણુની ગતિ અને ક્રિયા તે સ્વતપણે થાય છે અને અન્ય પુગલેની પ્રેરણાથી પણ થાય છે. ગતિમાને પરમાણુ ગમે તેવી લેઢાની દીવાલને યા પર્વતોને ભેદીને પણ નીકળી જાય છે. ગતિ કરતા તે પરમાણુને કદાચ સ્વાભાવિક પરિણામથી સવેગ ગતિ કરતા અન્ય પરમાણુને ભેટ થઈ જાય તેવા સમયે તેની ગતિ પ્રતિહત થઈ જાય છે. વળી તે પ્રતિહત નહિ થતાં સામે ગતિ કરી આવતે પરમાણુ પણ પ્રતિહત પામી જાય એવુંય બને.
આ થઈ અવિભાજ્ય અંશસ્વરૂપ પગલદ્રવ્યની વાત. હવે અવિભાજ્ય અંશસ્વરૂપ પુદગલદવ્ય અંગે વિચારતાં તેવું પુદગલદ્રવ્ય તે સ્કંધ (Mobecule) સંજ્ઞાથી જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે. જો કે સ્કંધમાં સંયુક્ત કેઈ સવિભાજ્ય ભાગ. તે “દેશ તરીકે ઓળખાય છે. તે પણ તે ભાગ સ્કંધને જ હાઈ પુદગલ પદાર્થને પરમાણુ અને સ્કંધ એમ બે સ્વરૂપે જ અહિં વિચાર્યું છે.
પરમાણુ સમૂહના પરસ્પર એકીભાવ (પિંડીભૂત) થવા રૂપ આ સ્કંધનિર્માણને આધાર તે પુદ્ગલમાં રહેલ સ્નિ