________________
અહીં બ્રહ્માંડ પણ કેટલે? ચૌદ રાજ પ્રમાણુ. રાજ, એ એક જાતનું માપ છે. નિમિષ માત્રમાં એક લાખ એજન જનારે દેવ છ મહિના સુધીમાં જેટલું અંતર કાપે તેને એક રજુ કહેવાય છે. અથવા ૩૮૧ર૭૯૭૦ મણને એક ભાર, એવા એક હજાર ભારવાળા લેહ ગળાને કેઈ દેવ હાથમાં લઈ જેરજેશથી અનઃ આકાશમાં ઉછાળે, તે લેઢાને ગળે એકધારે અવિચ્છિન્નપણે પડતો પડતે છ માસ, છ દિવસ, છ પહેર, છ ઘડી, અને છ સમયમાં જેટલે નીચે આવે, ત્યાં સુધીનું માપ “એક રાજ” કહેવાય. એવા ચૌદ રાજ પ્રમાણુ આ લોકાકાશ (બ્રહ્માંડ) છે. આ માપ સાંભળીને ભડકી જવાનું નથી. આજના ખોળે પણ આકાશી અંતર બતાવવા માટે આવા જ ઉપમાનોને આશ્રય લીધો છે. પદાર્થોની ગતિમાં ગ્રહો વગેરેના અંતરમાં હાલના વૈજ્ઞાનિકે પણ “પ્રકાશવર્ષ વગેરે ઉપમાનેને આવી જ રીતે ઉપયોગ કરે છે.
આ તે થઈ પરમાણુની ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) ગતિની વાત. પણ તેની અલ્પતમ (ઓછામાં ઓછી) ગતિ અંગે પણ જેનદર્શન કહે છે કે, ઓછામાં ઓછી ગતિ કરતે પરમાણુ એક આકાશપ્રદેશથી જોડેના બીજા આકાશપ્રદેશમાં જઈ શકે છે. આકાશપ્રદેશ એટલે બ્રહ્માંડનું અવિભાજ્ય સ્થાન.
પરમાણુ ફિયાવાન પણ હોય છે. વિવિધ ક્રિયામાં પ્રવર્તવા અંગે ભગવતી સૂત્રમાં કહ્યું છે કે પરમાણુ ક્યારેક કમ્પન કરે છે, ક્યારેક વિવિધ કમ્પન કરે છે, યાવત પરિસુમન કરે છે. અહિ યાવત્ શબ્દ તે પરમાણુની અનેક