________________
શકાતું નથી. તેના સ્વરૂપને તે કેવલજ્ઞાની તથા પરમઅવધિજ્ઞાની જ જાણે છે અને દેખે છે. અન્ય છદ્મસ્થ મનુષ્ય તે પરમાણુઓના સામૂહિક ક્રિયા-કલાપથી જ પરમાણુનું અસ્તિત્વ સમજી શકે છે. પરમાણુમાં જીવનિમિત્ત કેઈ કિયા અગર ગતિ થઈ શકતી નથી. કેમકે જીવદ્વારા પરમાણુ ગ્રહણ થઈ શકતું નથી અને ગ્રહણ કર્યા વિના પુદ્ગલમાં પરિ શમન કરાવવાની જીવમાં શક્તિ હોતી નથી. જીવ તે નાના મોટા સ્કધપુગલેને જ પ્રભાવિત કરી શકે છે.
પુગલ પરમાણુ જડ હોવા છતાં પણ ગતિ કરી શકે છે. પણ તે સદા ગતિમાન જ હોય એવું નથી. ક્યારેક ગતિ કરે છે અને ક્યારેક નથી પણ કરતા. પરમાણુ એક સમયમાં ચૌદ રાજલકના પૂર્વ ચરમાન્તથી પશ્ચિમ ચરમાન્ત સુધી, ઉત્તર અરમાન્તથી દક્ષિણ ચરમાન્ત સુધી અને અધ ચરમાન્સથી ઉર્ધ્વ અરમાન્ત સુધી ગતિ કરવા વડે પહોંચી શકે છે. તીવ્ર ગતિ કરવામાં પરમાણુ કેટલું સામર્થ્ય ધરાવે છે, તે આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. જેમ પગલના અવિભાજ્ય અંશની સંજ્ઞા, પરમાણુ છે, તેમ કાળ (ટાઈમ) ના અવિભાજ્ય અંશની સંજ્ઞા “સમય” છે. આંખના એક પલકારામાં અસંખ્યસમય એટલે કાળ વ્યતીત થઈ જાય, આવા સૂક્ષ્મસ્વરૂપી એક સમયમાં પણ, બ્રહ્માંડના અધે ચરમાન્તથી ઉર્વ ચરમાત સુધી પહોંચી શકવાની તાકાત એક પરમાશુમાં હોય છે. તે પછી અસંખ્ય કે અનંત પરમાણુના એકી ભાવરૂપ સ્કંધપુદગલમાં આવું ગતિ સામાચ્યું હોય તેમાં શું આશ્ચર્ય ?