________________
कानजीस्वामि-अभिनन्दन ग्रथ नि
અલ્પજ્ઞ શું જાણીએ ?' એવી ઢીલી વાતો કરનારા લોકો જ ચારે તરફ દેખાતા. પણ “મેરો ધની નહિ દૂર દિસંતર, મોહિમેં હૈ મેહિ સૂઝત નીકે’ એ અનુભવ કરીને “હું જ્ઞાનમૃતિ ભગવાન છે” એમ છાતી ઠોકીને કહેનાર કોઈ દેખાતું નહોતું. એવા સમયમાં ગુરદેવે સમયસાર દ્વારા પરમ ચમત્કારિક આત્મપદાર્થને અનુભવ્યો અને અનુભવજનિત શ્રદ્ધાના વજાખડટ ઉપર ઊભા રહીને જગતને ઘોષણા કરી કે “અહો છો ! પરભાવથી અને વિકારથી ભિન્ન જ્ઞાનમૂર્તિ આમપદાર્થના અનુભવથી કહીએ છીએ કે અમે જે માગે ચાલીએ છીએ અને જે માર્ગ દર્શાવીએ છીએ તે માગે ચાલ્યા આવો અને જે મિક્ષ ન મળે તે એ દોષ અમે અમારા શિર પર લઈએ છીએ. આત્મામાં ભવ છે જ નહિ એવો અનુભવ કર્યા વિના રાન કેવું ? દર્શન કેવું ? અને એ શુદ્ધાત્મભૂમિકા પ્રાપ્ત કર્યા વિના તમે ચારિત્રનાં ચિત્રામણ શાના પર કરશે ? આજે અમે કહીએ છીએ તે વાત ત્રણ કાળમાં ત્રણ લેકમાં ફરે એમ નથી. સર્વ તીર્થકરોએ જે વાત કરી છે અને સર્વ અનુભવી પુરુષો ત્રણે કાળે એ જ વાત કહેવાના છે.” અનુભવની વM-ભૂમિ ઉપર ઉભા રહીને અત્યંત નિઃશંકપણે તેમ જ કેાઈ દિવસ લેશ પણ કંટાળા વિના, સદા આનંદસાગરને ઉછાળના, અત્યંત પ્રદપૂર્વક ચૈતન્ય ભગવાનનાં ગાણું ગાતા અધ્યાત્મ-ઉપદેશ વરસાવતા ગુરુદેવ આ કાળે એક અજોડ લોકોત્તર વ્યક્તિ છે. જગતને બાહ્ય પદાર્થો દેખાય છે પણ તે બધાને દેખનાર મહાપદાર્થ દેખાતું નથી. એવા જગતને ગુરુદેવ પડકાર કરે છે કે “અહો જીવ ! જે બધાના ઉપર તરતે ને તરતા રહે છે એવા આ પ્રત્યક્ષ અનુભવગમ્ય પ્રધાન પદાર્થ—જેની આગળ બીજું બધું શુન્ય જેવું છે તે જ તમને કેમ દેખાતું નથી ? આત્મા જ એક પરમ અલૌકિક સત્કૃષ્ટ મહિમાવંત પદાર્થ છે, જેના વિના જગતમાં સર્વત્ર અંધકાર છે... આ બધું અમે આગમાધારે કહીએ છીએ એમ નહિ પણ પ્રત્યક્ષ અનુભવથી કહીએ છીએ. એમ છતાં તે અનુભવ આગમથી સર્વથા અવિરુદ્ધ છે.” વસ્તુવિજ્ઞાન સમજાવવાની ગુરુદેવની શકી પણ અનેખી છે. “સને કદિ નાશ ન થાય, શૂન્યમાંથી સત્ કદી ઉત્પન્ન ન થાય, કારણ-કાર્ય ભિન્ન ભિન્ન પદાર્થોથાં ન હોય” ઈત્યાદિ પરમ વજ્ઞાનિક સત્યને ગુરુદેવ અત્યંત સ્પષ્ટ અને સુંદર રીતે સમજાવે છે, તેના ઉપર પિતાના અનુભવની વામહોર મારે છે અને આગમની તથા પૂર્વાચાર્યોની સાખ આપે છે. એ રીતે પૂજ્ય ગુરુદેવ શુદ્ધાત્મ-અનુભવથી, આગમથી અને અબાધ્ય યુક્તિથી જગતમાં એક યુગ પ્રવર્તાવ્યું છે, અને તે પણ એક સામાજિક કે રાજકીય યુગ નહિ પણ ભવભ્રમણને છેદનારે, પરમ કલ્યાણકારી લોકેત્તર યુગ પ્રવર્તાવ્યો છે. સેનગઢની અંદર શ્રી હીરાભાઈના નાના શા મકાનમાં દશવીશ ધર્મપ્રેમી જીવોથી માંડીને, ક્રમે કરીને સ્વાધ્યાય મંદિરમાં સેંકડે જીવો ઉપર અને પ્રવચનમંડપમાં હજારે જીવા ઉ૫૨ ગુરુદેવના કલ્યાણકારી ઉપદેશનું માનું પથરાયું અને આજે તે “આત્મધર્મ દ્વારા, કુંદકુંદકહાન–ગ્રંથમાળા તરફથી પ્રકાશિત અનેકાનેક ગ્રંથ દ્વારા તેમ જ તીર્થયાત્રાદિ નિમિત્તે થતા ગુરુદેવના ભારતવ્યાપી વિહારે