________________
hard
દરમ્યાન ગુરુદેવના મુખેથી વરસતા ભવનાશક અધ્યાત્મ-ઉપદેશ દ્વારા સમસ્ત ભારતવષ ને આખા મુમુક્ષુજગતને એ ઉપદેશસાગરના કલ્લોલે પાવન કરે છે. આસપાસના સચેાગે જોતાં એમ લાગે છે કે જે કેાઈ જીવ આ કાળે મેાક્ષમાર્ગ સમજશે તે જીવ પ્રાયઃ ગુરુદેવની જ સીધી કે આડકતરી અસરથી સમજશે. જગતમાં આવા લેાકેાત્તર યુગના સ્રષ્ટા ગુરુદેવના ચરણુકમળમાં આજે તેમની જન્મ જયંતીના પ્રસંગે આપણા કેટ કેપટ વદન હેા,
આપણે જે તેમના નિર`તર સત્સંગમાં રહીએ છીએ અથવા અવારનવાર તેમના સત્સ`ગના લાભ લેતા રહીએ છીએ તેમના પર તેા ગુરુદેવના અકથ્ય ઉપકાર છે. આપણા આખા જીવનને તેઓશ્રીએ ઘડયું છે. આપણામાં જે કાંઈ શુભેચ્છા હોય, જે કાંઈ વેરાગ્ય હેાય, જે કાંઈ જ્ઞાનમૂર્તિ ભગવાનનો આદર હાય, તે બધુંય ઘણે અંશે ગુરુદેવને આભારીછે. આપણા શુભ ભાવાના, વૈરાગ્યજીવનના, મથનજીવનના, શ્રદ્ધાજીનના—બધાયના, ગુરુદેવજ સ્વામી અને નિર્માતા છે. હમેશાં પ્રવચના દ્વારા અને તેમના જીવનની છાપ દ્વારા તે આપણું જીવન ઘડી રહ્યા છે. જ્યાં આપણને આત્માની શકા થાય ત્યાં અરે ભાઈ! એ શકાને કરનાર તું છે। કાણુ એ તે! જે !' એમ કહીને આપણું શ્રદ્ધાજીવન ગુરુદેવ ટકાવે છે. ‘શરીરને હું હુલાવું છું' એમ થઈ જાય ત્યાં ‘અરે ભાઈ! ’નેત્ર જેવું જ્ઞાન પર પદાથ ને હલાવી શકે છે એવે ભ્રમ તને કયાંથી પેઠે ? ' એમ કહીને ફ્રી શ્રદ્ધામાં સ્થાપિત કરે છે. આ રીતે પરમ પૂજ્ય ગુરુદેવ આપણા સમગ્ર જીવનના ઘડવૈયા છે.
આવા પરમેાપકારી ગુરુદેવને આજે આ માંગલિક પ્રસંગે આપણે કઈ વિધિથી પૂજીએ! જે ગુરુદેવ નિર'તર જ્ઞાનપ્રકાશ ફેલાવી રહ્યા છે તેમની મણિરત્નના દીવાથી આરતી ઉતારીએ તે પણ એ ઉપકારભાનુ આગળ એ દીવાઓ અત્યંત ઝાંખા લાગે છે; જે ગુરુદેવ હમેશાં આપણને આત્મિક સુધારસમાં તરખેળ કરી રહ્યા છે. તેમને ક્ષીરસાગરના નીરથી અભિષેક કરીએ તે પણ એ અભિષેક એ ઉપકારસાગર આગળ એક બિંદુમાત્ર જેટલા પણ લાગતા નથી; અને જે ગુરુદેવ મુક્તિફળદાયક મેાક્ષમા દર્શાવી રહ્યા છે તેમનું કલ્પવૃક્ષનાં ફળથી પૂજન કરીએ તા પણ એ ઉપકારમેરૂ આગળ
તુચ્છ લાગે છે. આ રીતે દૈવી સામગ્રીથી પૂજન કરતાં પણ ભાવના તૃપ્ત થાય એમ નથી. પરમે પકારી ગુરુદેવ પ્રત્યેની ભક્તિભાવના ત્યારે તૃપ્ત થશે કે જ્યારે આત્મિક સામગ્રીથી ગુરુદેવનું પૂજન કરીએ—જ્યારે આત્માના અસ`ખ્ય પ્રદેશે કેવળજ્ઞાનના દીવડા પ્રગટાવી ગુરુદેવની આરતી ઉતારીએ, આત્માના પ્રદેશે પ્રદેશે સુખસિંધુ ઉછાળી ગુરુદેવને અભિષેક કરીએ, આત્માના સવ પ્રદેશાને સથા મુક્ત કરીનેએ મુક્તિફળથી ગુરુદેવનું પૂજન કરીએ. આવું પૂજન કરવાનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય ત્યાં સુધી પરમકૃપાળુ ગુરુદેવ આપણું કાંડુંન છેડે અને સદા સર્વાંદાએમના પડખે જ રાખે એવી કૃપાસિ' ગુરુદેવ પાસે આપણી નમ્ર અને દીન યાચના છે.
✩