________________
1) कानजीस्वामि-अभिनन्दन ग्रंथ
પાલેજ અભિનંદે છે–પાલેજના ભગતને
છે
કેમ
છે
?
કનેક
અમારું પાલેજ પરમ પૂજ્ય ગુરુદેવની વેપારભૂમિ છે. તેઓશ્રી ડું તેર વર્ષની ઉમરે પાલેજમાં આવેલા અને કુંવરજીભાઈ સાથે ભાગીદારી માં દુકાન કરેલી હતી. દુકાનમાં સાડા આઠ વર્ષ રહ્યા. દુકાને બેસીને પણ તેઓ ઘણીવાર વેરાગ્યનું ને અધ્યાત્મનું વાંચન કર્યા કરતા. તેથી તેઓ ભગત કહેવાતા હતા. તેઓ અંદરમાં આત્માની જાગૃતી કેમ થાય અને મુક્તિનો પંથ કેમ પમાય, એ માટે કંઈક નવું કરવું છેએમ ઝંખતા હતા. ઉમર થતા જ્યારે તેમના વડીલ બંધુ ખુશાલભાઈના લગ્ન વખતે તેમના વેશવાળ સંબંધી ચર્ચા ચાલી ત્યારે તેમણે કહ્યું કે, મેં તે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી છે, અને મારે દીક્ષા લેવાના ભાવ છે. વિવાહને બદલે વૈરાગ્યની આ વાત સાંભળી બધા આશ્ચર્યમાં પડી ગયા હતા. પછી તો તેમના જીવનના એક એક પ્રસંગો આશ્ચર્યકારી અને આનંદકારી બન્યા છે.... તેમનું જીવન ધણય મુમુક્ષુએને કલ્યાણકારી બન્યું....અમારા પાલેજના એ ભગત આજે તો આખા ભારતના સીતારા બનીને હજારો મુમુક્ષુઓને પિતાના ભગત બનાવી રહ્યા છે. ગુરુદેવ ભલે પાલેજના મટીને ભારતના બની ગયા, પરંતુ અમે તે એમના જ છીએ. જે ભૂમિ એમનાથી પાવન થઈ, તે ભૂમિમાં એમના પ્રતાપે આજે ભગવાન પધાર્યા છે....ભગવાનને ભેટો કરાવનાર એ કહાનગુરુને લાખ લાખ અભિનંદન. --પાલેજના મુમુક્ષુઓ વતી
મનસુખલાલ કુંવરજી શાહ {
IST