________________
નાઇરોબી મુમુક્ષુમડળ ગુરુદેવને અભિનંદન પાઠવે છે
હે ધમ પ્રકાશક, ભવિનાશક, ચૈતન્યભાનુ ગુરુદેવ ! મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમ'ધર પરમાત્મા પાસે જાતે જઈ પરમ પૂજ્ય શ્રી કુંદકુંદાચાર્ય દેવે તેમના દિવ્ય ધ`સદેશા ભરતે લાવીને સભ્યજીવાને દીધા, તે સદેશાનું આપે અંતરના ભાવપૂર્વક અવગાહન કરી, તેમાં ધર્મામૃતના સરાવર નિહાળી, આત્મઅનુભવ કરીને ઘૂંટડા ભરી અમૃત પીધાં અને આજે એ અમૃતરસની લહાણુ આપ ભારતના ભવ્ય જીવાને આપી અમૃતપાન કરાવી રહ્યા છે. ભારતથી દૂર વસનારા અમને-આફ્રિકાવાસીઓને પણ કાઈ ભાગ્યોદયે આપનાં એ અમૃતધની પ્રસાદી પ્રાપ્ત થઈ, અને સત્યધર્મના માગ સૂઝયેા. આપની શ્રુતગગાથી અમે
પણ પાવન થયા.
આપ તે ખરેખર મોંગલ આત્મસ્વભાવે પરિણમી ગયા છે. આપના દર્શન પણ મગલ છે, આપની પવિત્ર વાણી પણ મંગલ છે, આપની વાણીનુ વાચ્ય પણ મંગલ શુદ્ધાત્મા છે, અને તેને ભલી રીતે બહુણુ કરનાર પણ મ ́ગલમય બની જાય છે. આવા આપના પવિત્ર ગુણા દેખી અમારુ મસ્તક આપના પવિત્ર ચરણેામાં ઝૂકી જાય છે. આપના અસીમ ઉપકારને બદલે અમે શુ વાળીએ ? આપના પચેાતેરમા જન્મદિન પ્રસંગે આપના ચરણે શું ધરીએ? આપના પવિત્ર ચરણકમળમાં દ્રષ્યે-ભાવે નમસ્કાર કરી આ ભાવ– અજલિ અર્પણ કરીએ છીએ.
નાઇરા મુમુક્ષુ મડળ (આફ્રિકા)
昕
L