________________
E
જન્મનગરીની જનતા ગુરુદેવને અભિન દે છે
પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ ઉમરાળામાં જન્મીને અમારી આ નાનકડી નગરીને મહાન બનાવી છે....આજે કાનજીસ્વામીની સાથે સાથે અમારા ઉમરાળાનું નામ પણ ભારતભરમાં પ્રસિદ્ધિને પામી રહ્યું છે; ગુરુદેવ અમારા ગામના છે, તેઓએ અહીંની કાળુભાર નદીનું પાણી પીધું છે ને અહીંની ધૂળ એમની બાળલીલાથી પાવન થઈ છે...એ બધું જાણીને ઉમરાળાની જનતા ગૌરવ અનુભવે છે. અને વળી તેમના જન્મના હીરકજયંતી-મહેાસવ મુંબઈમાં ઊજવાઈ રહ્યો છે તે જાણીને અમને ઘણે! હ થાય છે. આવા મહાપુરુષ પ્રત્યે અમે ગ્રામ્યજનતા કઈ રીતે લાગણી વ્યક્ત કરીએ? —પ્રથમ ઉમરાળાના ને પછી સમસ્ત ભારતના એવા આ સંતને ઉમરાળાની જનતા પેાતાના કાલાઘેલા ભાવેાથી અભિનદન આપે છે.
ઉ મ રા ળા ની જનતા વતી
દુપ્રસાદ વાસુદેવ શેલત (ન્યાયાધીશ) પ્રફૂલ નાનુભાઈ મજમુદાર (ખેતીવાડી અધિકારી) ડૉ. સુરેશ પડેચા (D.A.S.F. મેડીકલ એફીસર) ચ'દુલાલ લ. બાવીશી (તા.વિ.અધિકારી, ઉમરાળા) ગગાબેન (ખુશાલદાસ મેાતીચંદ)
પટેલ જીવાભાઈ પ્રાગજી (પ્રમુખ : ગ્રામ પંચાયત) શા. કુંવરજી જા૬૧૭
શા. આણુંદજી નાગરદાસ
શા. ધીરજલાલ હરજીવન નાનજીભાઈ માસ્તર.
VT