________________
સોનગઢમાં સ્થિરતાના કાળ દરમિયાન નિત નવાનવા ભક્તિના ઉત્સવપ્રસંગો ઊજવાતા હોય છે. ગુરુદેવ પણ એવા પ્રસંગોમાં ઉપસ્થિત રહે છે. કોઈ વાર ચોવીસ તીર્થંકર વિ તો કઈવાર સહસ્ત્રમંડલ વિધાન, કઈ વાર વીસવિહરમાન તીર્થંકર વિધાન, કોઈવાર અઢીદિપવિધાન કે ત્રિલોકમંડલ વિધાન, તે કઈ વાર સિદ્ધચકવિધાન કે પંચપરમેષ્ઠી વિધાન, કઈવાર જિનેન્દ્રપ્રભના મહાઅભિષેક તો કઈ વાર રથયાત્રા, કેઈવાર મુનિવરેની અવનવી ભક્તિ તે કેઈવાર જિનવાણીમાતાની સેવાના વિવિધ પ્રસંગે–આમ દેવ-ગુરુ-શાસ્ત્રની સેવનામાં અનુરક્ત મુમુક્ષુનું ચિત્ત સંસારની અનેકવિધ અટપટી માયાજાળને ભૂલી જાય છે; સંતચરણમાં ચતન્યને સાધવાની ધૂનમાં અનુકૂળતા કે પ્રતિકૂળતાના પ્રસંગે પ્રત્યે તેનું વિશેષ લક્ષ જતું નથી, મુમુક્ષુનું આવું સુંદર જીવનઘડતર ગુરુદેવની છાયામાં થાય છે. ખરેખર, ગુરુદેવની છાયામાં જીવન એ એક અનેરું જીવન છે.
આજન- આક્રમક કી ટકકાજામાજા જા . વિ કોમ
(૯
સં. ૨૦૧૮ માગશર માસમાં ગુરુદેવની જમણી આંખને મેતિયે સફળતાપૂર્વક ઊતર્યો, પૂરતા આરામ બાદ અઢી મહિને જ્યારે ફરીને ગુરુદેવના પ્રવચનમાં શરૂ થયા ત્યારે ભારતભરના જિજ્ઞાસુઓએ આનંદિત થઈને સન્દશા દ્વારા ખુશાલી વ્યક્ત કરી હતી; અને આ પ્રસંગે દીપચંદજી શેઠિયા વગેરે મુમુક્ષુઓ તરફથી ખુશાલી સાથે જ્ઞાનપ્રચાર વગેરે માટે કુલ રૂા. ૨૫,૦૦૦— જેટલી રકમ જાહેર કરવામાં આવી હતી. ભક્તિ વગેરે પ્રસંગોથી આજનો દિવસ મેટા હર્ષોત્સવરૂપે ઊજવાયે હતે.
માનસ્તંભને મહાઅભિષેક સં. ૨૦૧૯ ના ચૈત્ર માસમાં માનસ્તંભના મહાન પ્રતિષ્ઠા મહોત્સવની દસમી વર્ષ ગાંઠ હતી, તે નિમિત્તે મંચ બાંધીને માનસ્તંભના દસવર્ષીય મહાઅભિષેકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવના એ દિવસે યાદગાર બની રહ્યા છે. બાર વર્ષે થતા બાહુબલીનાથના મહામસ્તકાભિષેક જે આ અભિષેક શુભતો હતો, ને આ રીતે દરેક દસવર્ષે (કે પાંચ વર્ષ) આવો અભિષેક થાય-એમ ભક્તો ભાવના ભાવતા હતા. ગુરુદેવે ભક્તિભાવથી સીમંધરનાથના અભિષેકને મંગલ પ્રારંભ કર્યો હતો.... માનસ્ત ભ મહોત્સવનાં મધુર સંભારણું એ વખતે તાજા થતાં હતાં. હજારો યાત્રિકે હોહોસે મંચદ્વારા ઉપર જઈને માનસ્તંભની આનંદકારી યાત્રા કરતા, ને ભક્તિભાવથી પૂજન કરતા. ગુરુદેવ પણ ઘણીવાર મંચ ઉપર જઈને સીમંધરનાથ પાસે બેસતા. ને વિધવિધ ભાવના સાથે ભક્તિ ગવડાવતા. કઈ કઈવાર પૂ. બેનશ્રીબેન ઉપર જઈને અદ્ભુત ભક્તિ તથા પૂજન કરાવતા.
ચૈત્ર સુદ ૧૩ નો પવિત્ર દિવસ પણ વિશેષ આનંદેલાસથી ઉજવાયો હતો. માનવસ્તાભના પ્રતિષ્ઠા મહોત્સવની ફિલમદ્વારા એ વખતના પાવન પ્રસંગો ફરીફરીને નીહાળતાં સૌને ઘણે હર્ષ થતો હતો.