________________
A) कानजीस्वामि-अभिनन्दन ग्रथम
લગ. ***
-
કે.
****
* -
*
* ..*
au ક
ફ
મા
છે
;
&#l'
,
,
,
- -
-&. *
*
*
*
*
રેકી શકે? જામનગરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા, સાવરકુંડલામાં વેદી પ્રતિષ્ઠા અને ગિરનાર સિદ્વિધામની યાત્રા–આવા મંગળપ્રસંગે નિમિત્તે પોષ માસમાં ગુરુદેવે વિહાર કર્યો.
જામનગરમાં લગભગ બે લાખના ખર્ચે તૈયાર થયેલ ભવ્ય જિનમંદિરમાં પંચકલ્યાણકપ્રતિષ્ઠાનો મહોત્સવ માહમાસમાં ઘણું જ ઉલાસથી ઊજવાય. સૌરાષ્ટ્રને આ મહોત્સવ અતીવ પ્રભાવશાળી હતો. દિહી, જયપુર, કલકત્તા વગેરે અનેક સ્થળો ઉપરાંત આફ્રિકા વસતા કેટલાય જિજ્ઞાસુઓ પણ ખાસ આ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા હતા; એટલું જ નહિ, આ મંદિર માંધનાર કોન્ટ્રાકટર ભાઈશ્રી અગરસિંહજી દરબારે ભકિતપૂર્વક રૂા. ૫૦૦૦-ની ઉછામણી લઈને મંદિર ઉપર કળશ ચડાવ્યો હતો. બી.એ. ભણેલા એક કુમારિકાબહેને આ પ્રસંગે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી હતી.
જામનગરના પ્રતિષ્ઠામહોત્સવ પછી ગુરુદેવ ગિરનારની યાત્રાએ પધાર્યા. ગુરુદેવ સાથે યાત્રાસંધમાં ૧૨૦૦ જેટલા યાત્રિકે હતા, ને અદભુત ઉત્સાહપૂર્વક યાત્રા થઈ હતી. ગુરુદેવે સંઘસહિત ગિરનારની આ ત્રીજી યાત્રા કરી. ગુરુદેવ સાથે ફરીફરીને એ વૈરાગ્યધામો-એ નેમ-રાજુલની સાધનાના સ્થળો, એ મોક્ષનાં ધામ ને સંતોનાં રહેઠાણું જોતાં ભકતને ઘણો જ આનંદ થતા, ને હદયમાં સંતોના ચિતન્યજીવનની અનેરી પ્રેરણા મળતી. અહા, ચૈતન્યસાધનાનું એ જીવન!! ને એ સાધનાની આ ભૂમિ !-આત્મસાધક સંતા સાથે એની યાત્રાએ જીવનને કિંમતી અવસર છે. સૌરાષ્ટ્રની ધરામાં આવું મહાન–મહિમાવત તીર્થ છે એનું ખરું ગૌરવ તો ગુરુદેવ સાથેની યાત્રા વખતે જ સમજાયું. ગિરનારના ધામ ઉપર બેઠાબેઠા ગુરુદેવના મુખથી વૈરાગ્યની વાણી સાંભળતા હોઈએ કે કેઈ અધ્યાત્મની ચર્ચા ચાલતી હોય, કે કોઈ ટૂકની ટેચે બેઠાબેઠા ભકિતપૂજન કરતા હોઈએ-કે મૌન બેઠા હોઈએ, અગર આનંદથી ગાતાં ગાતાં સંતે સાથે પર્વત ચડતા કે ઊતરતા હોઈએ -એ બધાય પ્રસંગે મુમુક્ષુ જીવનમાં જ્ઞાન–વૈરાગ્ય ને ભકિતનું અમીભર્યું સીંચન કરતા હોય છે.–ખરેખર એ જીવનની સોનેરી ઘડી છે.
–અને એ સિદ્ધિધામની યાત્રા પછી તરત બીજે જ મહિને સાવરકુંડલામાં નૂતન દિ. જિનમંદિરમાં જિનેન્દ્રદેવની વેદી પ્રતિષ્ઠાને ભવ્ય મહોત્સવ ઉજવાયે. ને પછી ગુરુદેવ સેનગઢ પધાર્યા......
પ્રભાવના, પ્રચાર, ભક્તિ ને સંતની છાયામાં જીવનઘડતર
ગુરુદેવના સાક્ષાત્ સમાગમને તે દરવર્ષે હજાર જિજ્ઞાસુઓ લાભ લે છે, તે ઉપરાંત સાહિત્યદ્વાર ને ટેપરેકેડિગ-પ્રવચન દ્વારા ગામેગામના અનેક જિજ્ઞાસુઓ લાભ લઈને પોતાની જિજ્ઞાસા પોષે છે ને સોનગઢ પ્રત્યે આકર્ષાય છે. દૂરદૂરના જિજ્ઞાસુઓનું આગમન દિનેદિને વધતુ જાય છે.