________________
અદ્દભુત માહા... તેઓશ્રી કેને ઠસાવતા. મહારાજશ્રીની જેનધર્મ ૫ગ્ની અનન્ય શ્રદ્ધા, આખું જગત ન માને તે પણ પોતાની માન્યતામાં પતે એકલા ટકી રહેવાની તેમની અજબ દઢતા અને અનુભવના જેરપૂર્વક નીકળતી તેમની ન્યાયભરેલી વાણી ભલભલા નાસ્તિકને વિચારમાં નાખી દેતી અને કેટલાકને આસ્તિક બનાવી દેતી. એ કેસરીસિંહને સિંહનાદ પાત્ર જીવોના હૃદયના ઊંડાણને સ્પર્શી તેમના આત્મિક વીર્યને ઉછાળતો. સત્યના જોરે આખા જગતના અભિપ્રાય સામે ઝઝતા એ અધ્યાત્મગીની ગજના જેમણે સાંભળી હશે તેમના કાનમાં હજુ તેનો રણકાર ગુંજતો હશે.
આવી અદભુત પ્રભાવશાળી અને કલ્યાણકારિણી વાણી અનેક જીવોને આકર્ષે એ સ્વાભાવિક છે. સાધારણ રીતે ઉપાશ્રયમાં કામધંધાથી નિવૃત્ત થયેલા વૃદ્ધ માણસે મુખ્યત્વે આવે છે, પરંત કાનજી મહારાજ જ્યાં પધારે ત્યાં તો યુવાને, કેળવાયેલા માણસ, વકીલે, દાક્તરે, શાસ્ત્રના અભ્યાસીઓ વગેરેથી ઉપાશ્રય ઊભરાઈ જતે. મેટાં ગામોમાં મહારાજ. શ્રીનું વ્યાખ્યાન માય : ઉપાશ્રયમાં નહિ પણ કોઈ વિશાળ જગ્યામાં રાખવું પડતું. દિવસે દિવસે તેમની ખ્યાતિ વધતી જ ગઈ વ્યાખ્યાનમાં હજારે માણસે આવતાં. આસપાસનાં ગામોમાંથી પણ માણસ આવતાં. આગળ જગ્યા મળે એ હેતુથી સેંકડો લોક કલાકદોઢઢ કલાક વહેલા આવીને બેસી જતાં. કેઈક જિજ્ઞાસુઓ વ્યાખ્યાનોની ટૂંકી નોંધ કરી લેતા. જે ગામમાં મહારાજશ્રી પધારે તે ગામમાં શ્રાવકોના ઘરે ઘરે ધર્મની ચર્ચા ચાલતી અને સર્વત્ર ધર્મનું જ વાતાવરણ જામી રહેતું. શેરીઓમાં શ્રાવકનાં ટેળાં ધર્મની વાતો કરતાં નજરે પડતાં સવાર, બપોર ને સાંજ ઉપાશ્રયના રસ્તે જનસમુદાયની ભારે અવરજવર રહ્યા કરતી. ઉપાશ્રયમાં લગભગ આખો દિવસ તરવજ્ઞાનચર્ચાની શીતળ લહરીઓ છૂટતી. કેટલાક મુમુક્ષુઓનું તો વેપારધંધામાં ચિત્ત ચોંટતું નહિ ને મહારાજશ્રીની શીતળ છાંયમાં ઘણાખરા વખત ગાળતા. આ રીતે ગામેગામ અનેક સુપાત્ર જીવોના હૃદયમાં મહારાજશ્રીએ સતની રુચિનાં બીજ રોપ્યાં. મહારાજશ્રીના વિયોગમાં પણ તે મુમુક્ષુઓ મહારાજશ્રીનો બાધ વિચારતા, ભવભ્રમણ કેમ ટળે, સમ્યકત્વ કેમ પ્રાપ્ત થાય તેની ઝંખના કરતા, કોઈ વાર ભેગા મળીને તત્વચર્ચા કરતા, મહારાજશ્રીએ કહેલાં પુસ્તક વાંચતા-વિચારતા.
સ્થાનકવાસી સાધુઓમાં મહારાજશ્રીનું સ્થાન અનેડ હતું. “કાનજી મહારાજ શું કહે છે”—એ જાણવા સાધુ-સાધવીઓ ઉત્સુક રહેતાં. કેટલાક સાધુ-સાધ્વી મહારાજશ્રીના વ્યાખ્યાનની નેધ મુમુક્ષુ ભાઈ બેન પાસેથી મેળવી વાંચી લેતાં.
મહારાજશ્રીએ ઘણાં વર્ષો સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી આત્મધર્મનો ખૂબ પ્રચાર કર્યો અને સાધુ તથા શ્રાવકને વિચારતા કરી મૂકયા.
I '
'
દીકા
* *
*
*
*