________________
મારી ભાવના સફળ થઈ
અત્યારે આપણા જેવા જિજ્ઞાસુ જીવાને માટે સમ્યક ધમના પ્રકાશનાર કેાઈ હાય તા તે છે પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામી. હું અનેક અભિનદનગ્રંથા જોતા ને મારું હૃદય એલી ઊઠતું કે ભારતના જૈનસમાજની મહાન વિભૂતિ પૂ. નજીસ્વામી છે, જૈનસમાજ ઉપર તેમના મહાન ઉપકાર છે, જૈનસમાજના તેઓ મહાન નેતા છે, ને તેમનુ અધ્યા ત્મજીવન ખરેખર અભિનંદનીય છે; આવા ગુરુદેવ પ્રત્યે ભારતના મુમુક્ષુએ તરફથી અભિનંદનના એક સર્વોચ્ચ અભિનદનગ્રંથ તૈયાર થાય એવે અવસર કયારે આવે ? દસેક વર્ષથી મારા મનમાં આ ભાવના ઘૂંટાતી હતી.... એવામાં પાંચેક વર્ષ પહેલાં ઈન્દોરના જૈનસમાજે પણ એવા જ પ્રસ્તાવ કર્યાં, ને મારી ભાવના વધુ પુષ્ટ બની. એ કાર્ય જેટલું મહાન હતું.... ભાવના પણ એટલી જ તીવ્ર હતી.
બીજી તરફ શ્રી મુંબઇનું મુમુક્ષુ મ`ડળ દિને દિને પ્રગતી સાધી રહ્યું હતું, ને પ્રભાવનાના અવનવા કાર્યો કરી રહ્યુ હતું. મને લાગ્યું કે અભિનદનગ્રંથના પ્રકાશનનું મહાન કાઅે ો કેાઈથી થઈ શક્શે તે તે મુંબઈ મુમુક્ષુ માંડળથી જ થઈ શકશે. ગતસાલ લાઠી નગરમાં ગુરુદેવના ૭૪ મા જન્મેાત્સવ પ્રસંગે સ્વાગત જુલૂસમાં મુંબઈના પ્રમુખશ્રી વગેરે ને તે સ ંબંધી વાત કરી, તેમણે પ્રસન્નતાપૂર્વક એ વાતને વધાવી લીધી, ને મુંબઇમાં ગુરુદેવના જે હીરકજ્ય'તી મહેાત્સવ ઉજવાય તેના અનુસંધાનમાં અભિનદનગ્રંથનુ` પ્રકાશન કરવાનું' નક્કી થયું.
એ અભિનંદનગ્રંથના લેખન-સપાદન વગેરે સંભાળવાનું મને કહેવામાં આવ્યું; પરંતુ તીવ્ર ભાવના હાવા છતાં, શક્તિ અને સમય બંનેની ઘણી અલ્પતાને કારણે આ મહાન કાર્યની જવાબદારી એકલા માથે લેવાની મારી હિંમત જરા પણ ચાલતી ન હતી. આ પરિસ્થિતિમાં શું કરવું–તેની ખૂબ ગડમથલ થતી હતી. એ વખતે પરમકૃપાળુ પૂ. એનશ્રી–એને મને આ કાય માટે પ્રેરણા, મા`દન અને હિંમત આપી....તેઓશ્રીના વચનથી મને પ્રાત્સાહન મળ્યું; અને તેઓશ્રીના વચનને લીધે જ આ કાય કરવાની હિંમત આવી. આ રીતે આટલા ટૂંક સમયમાં આ સુંદર કાર્ય થઈ શકયું તે તેઓશ્રીના પ્રતાપે જ થયું છે. તેઓશ્રીના જેટલેા ઉપકાર માનીએ તેટલેા ઓછા છે. આ આળકના જીવનમાં તેઓશ્રીના અનહદ ઉપકાર છે.