________________
कानजी स्वामि-अभिनन्दन ग्रंथ
"ALIFAHA
ભારતભરના ગૌરવસ્વરૂપ એવા આ અભિનદનગ્રંથનું પ્રકાશન કરવાનું સદ્ભાગ્ય મુંબઈના મુમુક્ષુ મંડળને પ્રાપ્ત થયું તે ખરેખર તેમનુ ધનભાગ્ય છે. ગુરુદેવની હીરકજયંતી ઉજવવા માટે તે આ સેાનેરી કાર્યને શાભાવવા માટે મુંબઇ મુમુક્ષુ મડળે જે ઉત્સાહ ખતાન્યા છે તે ખરેખર અત્યંત પ્રશ'સનીય છે.
આ ગ્રંથ દ્વારા ભારતના જીવે। શ્રી કાનજીસ્વામી જેવા એક મહાન આધ્યાત્મિક સંતના મહિમા સમજે, જૈનધમ નું ગૌરવ સમજે અને ધમ પ્રભાવનામાં નિર ંતર વૃદ્ધિ થતી રહે એ જ અભ્યર્થના.
આ ગ્રંથ દ્વારા જે મહાત્માને આપણે અભિનંદી રહ્યા છીએ તે મહાત્માના જીવનને આપણે ઓળખીએ, એમના જીવનની મહત્તાને સમજીએ, એમના જીવનઆદર્શને આપણા જીવનમાં ઉતારીએ અને એમણે દર્શાવેલા ચૈતન્યતત્ત્વની સાધના વડે અભિનદનીય એવા લેવિજ્ઞાનના ભાવા આપણે પ્રગટ કરીએ-એવી ઉચ્ચ ભાવના ભાવીએ છીએ.
વીર સં. ૨૪૯૦ ચૈત્ર સુદ ૧૩
અમદાવાદ
—સપાદક સમિતિ.