________________
कानजीस्वामि-अभिनन्दत ग्रंथ ।
આ ઉપરાંત માનનીય વડીલ ૫. શ્રી ફૂલચંદજી સાહેબે આ ગ્રંથના હિન્દી વિભાગનું બધું જ કાર્ય સંભાળી લીધું તેથી મારે અડધો ભાર એ થઈ ગયે તેમણે વયેવૃદ્ધ ઉંમરે પણ એકલે હાથે આખા હિંદી વિભાગનું ખૂબ જ પરિશ્રમ પૂર્વક સંકલન કર્યું છે. સાથે સાથે માનનીય વિદ્વાન ભાઈશ્રી ખીમચંદભાઈ તથા ભાઈશ્રી હિંમતલાલભાઈ એ બંને વડીલબંધુઓએ પણ સંપાદકપણે સાથે રહીને આ પુસ્તકમાં ઘણી કિંમતી સલાહ સૂચનાઓ અને દોરવણી આપી, ને અનેક મુશ્કેલીઓમાંથી માગ કાઢી આપે, એ રીતે સ્નેહપૂર્વક ખૂબ જ કિંમતી સાથ આપીને આ મહાન કાર્યને સુગમ બનાવી દીધું.આ સૌ વડીલોના સહકાર ને પ્રેમભર્યા પ્રત્સાહનના પ્રતાપે જ આ ગ્રંથ તૈયાર થઈ શકે છે. અહીં ભાવભીની લાગણીથી આદરપૂર્વક તે સૌનો આભાર માનું છું.
મુંબઈ સમક્ષ મંડળના માનનીય પ્રમુખશ્રી તથા બંને મંત્રી બંધુઓ, અને સમસ્ત મકક્ષ મંડળે આ કાર્યમાં જે ઉ૯લાસ બતાવ્યું છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. હદયમાં એમ થાય છે કે અભિનંદનગ્રંથનું આ ભગીરથ કાર્ય મુંબઈના મુમુક્ષુ મંડળ દ્વારા જ થઈ શકે. ગુરુદેવ પ્રત્યેના અભિનદ મંથ સંબંધીની મારી અનેક વર્ષોની ભાવના આ ગ્રંથ દ્વારા આજે ફળિભૂત થાય છે, એટલું જ નહિ- હીરક જયંતી જેવા મહાન અવસરે આ અભિનંદનગ્રંથ પ્રસિદ્ધ થાય છે. અને તે પણ ભારતના સાહિત્યમાં સર્વોચ્ચ સ્થાન ભેગવી શકે તેવા સ્વરૂપમાં પ્રસિદ્ધ થાય છે, તેથી મારું હૃદય અત્યંત હર્ષથી ને ભક્તિથી પ્રસન્નતા અનુભવી રહ્યું છે. ભારતભરના મુમુક્ષુઓ આ ગ્રંથને દેખીને જરૂર આનંદિત થશે ને હૈયાની ઊર્મિથી ગુરુદેવને વધાવશે. આ બાળકના જીવનમાં ગુરુદેવના જે ઉપકાર છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી.
આ પુસ્તકના પહેલેથી છેલ્લે સુધીના બધા જ કાર્યોમાં સહકારી ધર્મબંધુ શ્રી મનસુખલાલભાઈ દેસાઈનો જે અનેકવિધ સહકાર છે તેને લીધે આ કાર્ય વધુ શોભી ઊઠયું છે, આ સિવાય બીજા અનેક સાધર્મીઓએ-જેમની જેમની સાથે આ પુસ્તક અંગે પ્રસંગ પડયે તે સૌએ-ખૂબ જ પ્રેમથી ને ભાવનાથી આ કાર્યમાં સહકાર તથા પ્રોત્સાહન આપ્યું છે, તે સૌને સ્નેહપૂર્વક આભાર માનું છું. ભારતભરના જિજ્ઞાસુઓએ જે શ્રદ્ધાંજલિએ, લેખ, કાવ્ય, ચિત્રો મેકલીને ગુરુદેવ પ્રત્યે પિતાને ભક્તિભાવ વ્યક્ત કર્યો છે ને આ અભિનંદનગ્રંથને શેભાગે છે... તે સૌને પણ ધન્યવાદ.
આ ગ્રંથમાં જે કોઈ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય, કે આ ગ્રંથના અનેકવિધ કાર્ય પ્રસંગે મારા તરફથી કોઈને મનદુઃખ થયું હોય તે તે બદલ આ બાળકને ક્ષમા “ કરવા વિનંતિ કરું છું.
-
+
/
;+