________________
૮૩૨
જૈન તત્ત્વ પ્રકાશ
શ્રી સાધુ વંદના પ્રારંભ નમું અનંત વીશી, કાષભાદિક મહાવીર, જેણે આરજ ક્ષેત્રમાં, ઘાલી ધર્મની શીર.—૧ મહા અતુલ્ય બળિ નર, શૂર વીર ને ધીર, તીરથ પ્રવર્તાવી, પહોંચ્યા ભવજળ તીર–૨ સીમંધર પ્રમુખ, જઘન્ય તીર્થકર વીશ, છે અઢી દ્વીપમાં, જયવંતા જગદીશ-૩ એકસે ને સિત્તેર, ઉત્કૃષ્ટ પદે જગીશ, ધન્ય મોટા પ્રભુજી, તેહને નમાવું શીશ.–૪ કેવળી દેય કોડી, ઉત્કૃષ્ટ નવ ફોડ, મુનિ દેય સહુ કોડી, ઉત્કૃષ્ટા નવસહસ્ત્ર કેડ.–પ વિચરે વિદેહે, મેટા તપસી ઘેર, ભાવે કરી વંદું, ટાળે ભવની ખેડ-૬
વીસે જિનના, સઘળા એ ગણધાર, ચૌદસે ને બાવન, તે પ્રણમું સુખકાર.—૭ જિન શાસન નાયક, ધન્ય શ્રી વીર નિણંદ, ગૌતમાદિક ગણધર, વાર્તા આણંદ-૮ શ્રી રાષભદેવના, ભરતાદિક સે પુત્ર, વૈરાગ્ય મન આણી, સંયમ લિયે અદ્દભુત–૯ કેવળ ઉપરાયું, કરી કરણ કરતૂત; જિનમત દિપાવી, સઘળા મોક્ષ પહંત-૧૦ શ્રી ભરતેશ્વરના, હુઆ પટોધર આઠ, આદિત્ય જશાદિક પહોંચ્યા શિવપુર વાટ.—૧૧ શ્રી જિન અંતરના, હુવા પાટ અસંખ્ય, મુનિ મુક્ત પહોંચ્યા, ટાળી કર્મને વંક–૧૨ ધન્ય કપિલ મુનિવર, નમિ નમું અણગાર, જે તત્ક્ષણ ત્યાગે, સડત્ર રમણી પરિવાર–૧૩.