________________
જૈન તત્ત્વ પ્રકાશ
૮૩૩
મુનિ બળ હરિકેશી, ચિત્ત મુનિશ્વર સાર, શુદ્ધ સંયમ પાળી, પામ્યા ભવને પાર–૧૪ વળી ઈક્ષકાર રાજા, ઘેર કમળાવતી નાર, ભૃગુ ને જશા, તેહના દોય કુમાર–૧૫ છયે રિદ્ધિ છાંડીને, લીધે સંયમ ભાર, ઈણ અ૯પકાળમાં, પામ્યા મોક્ષ દ્વાર–૧૬ વળી સંયતિ રાજા, હરણ આહિડે જાય, મુનિવર ગર્દભાળી, આ મારગ ઠાય–૧૭ ચારિત્ર લઈને, ભેટયા ગુરૂના પાય, ક્ષત્રિરાજ વીશ્વર, ચર્ચા કરી ચિત્ત લાય–૧૮ વળી દસે ચકવતી, રાજ્ય રમણી રિદ્ધિ છોડ, દસે મુકતે પહોંચ્યા, કુળને શોભા એડ–૧૯ ઈણ અવસર્પિણીમાં, આઠ રામ ગયા મોક્ષ, બળભદ્ર મુનીશ્વર, ગયા પંચમે દેવલોક–૨૯ દશાર્ણભદ્ર રાજા, વીર વાંદ્યા ધરી માન, પ છે ઇંદ્ર હઠા, દિયે છકાય અભેદાન–૨૧ કરઠંડુ પ્રમુખ, ચારે પ્રત્યેક બુદ્ધ, મુનિ મુકતે પહોંચ્યા, જીત્યા કર્મ મહા જુદ્ધ.—૨૨ ધન્ય મેટા મુનિવર, મૃગાપુત્ર જગીશ, મુનિવર અનાથી, જીત્યા રાગ ને રીસ–૨૩ વળી સમુદ્રપાળ મુનિ, રાજેમતી રહનેમ, કેશી તે ગૌતમ, પામ્યા શિવપુર ક્ષેમ–૨૪ ધન્ય વિજયષ મુનિ, જયેષ વળી જાણ, શ્રી ગર્ગાચાર્યજ, પહોંચ્યા છે નિરવાણ-૨૫ શ્રી ઉત્તરાધ્યયનમાં, જિનવરે કર્યા વખાણ, શુદ્ધ મનથી ધ્યાવે, મનમેં ધીરજ આણુ-૨૬ વળિ બંધક સંન્યાસી, રાગે ગૌતમ સ્નેહ, મહાવીર સમીપે, પંચ મહાવ્રત લેહ-૨૭
૧૩