SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાશ તેઓનું મહાકં ટક નામ કે નહિ ? કટક જીવે ને (પ્રલયના જીવાને) તમે છેડતા નથી તે તમને મહાકટકને (મડાપ્રલયના જીવાને) કણ છેડશે? ભાઇએ ! જો તમે ઇશ્વરને સર્વ સૃષ્ટિના કર્તા માને છે તે જેમ તમને ઈશ્વરે પેદા કર્યા છે તેમ તે જીવાને પણ તમારા મતે ઈશ્વરે જ બનાવ્યા છે. અને કોઈ ને કોઈ હેતુથી બનાવ્યા હશે, તે એવી મહાન ઈશ્વરી સત્તાના મજાની ચીજોને અનુપકારી સમજી એ નાનાં પ્રાણીઓના વધ કરી તમે ઇશ્વરના ગુનેગાર અન્યા કે નહિ ? કુંભારે અનાવેલા ઘડો કોઈ ફાડી નાખે તે તેને કુંભાર પણ સજા કર્યાં વગર રહેતા નથી, તેા ઈશ્વરી ચીજોને તમે તોડી-ફોડી-કચરી મારી નાખશે તા તે, તમને શી રીતે છેડશે? શું ઈશ્વર તમારે મિત્ર છે? અને તે બિચારાના શત્રુ છે? અરે ! ઇશ્વરે તા કહ્યુ છે કે : ૧૩૬ मृगोष्ट्रखरमरकाखुसरीसृपमक्षिकाः । आत्मनः पुत्रवत् पश्येत् तेषां मध्ये किमन्तरम् ॥ મૃગ, ઊંટ, ગધેડું, વાંદરા, ઊંદર, સર્પ, પક્ષી અને માખી, વગેરે પ્રાણીઓને પણ પેાતાના આત્મા જેવા તેમ જ પેાતાના પ્યારા પુત્ર જેવાં ગણવાં, જરા પણ અંતર ન રાખવું. તેમની સાથે પણ મિત્રભાવ રાખવેા. શાસ્ત્રકારો આથી વધારે શું કહે ? વળી, આશ્ચર્યની વાત તેા એ છે કે, જે જે પશુઓને એક વખત તે દુશ્મન ગણે છે તેની પૂજા પણ કરે છે. જે સર્પને દુશ્મન ગણી મારી નાખે છે તે જ સપ્ને નાગપંચમીના રોજ દૂધ પિવરાવે છે, પૂજા કરે છે. તેના ચિત્રા ઘરની ભીંતેા પર ચીતરી આનંદ ને પવિત્રતા માને છે. સાક્ષાત્ સ ન મળે તે ચિત્રામણથી આળેખી પૂજા કરે છે. કૃષ્ણને સર્પની શય્યા પર સુવરાવ્યા છે. મહાદેવજીના ગળામાં સપ વીટાળેલ છે. એ પ્રમાણે જે પ્રણીઓ પ્રભુને પણ પ્રિય છે તેને મારી નાંખે તે પ્રભુના કટ્ટા વેરી કે નહિં ! વળી, કેટલાક અનાર્યાં દેવને નામે અને ધ થાય તે હેતુથી રંક બિચારાં બકરાં,
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy