________________
પ૩૭
પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ કૂકડા જેવાં પશુઓને મારે છે અને પછી પોતે તેનું માંસ ખાય છે, તેને મારવાનું પાપ પોતાના માથે ન લેતાં દેવને માથે રાખે છે. મતલબીપણાની હદ આવી રહીને ?
અરે ભેળા ભાઈઓ ! દેવ દયાળુ હોય કે હિંસક હોય? તમે પોતે જીભના લુપી છે, હત્યારા છે, તેથી બીચારા દેવને પણ હત્યારા બનાવે છે. દેવનાં પણ ભક્તોને પ્રતાપે ભાગ્ય ઊઘડયાં, પણ તેઓ સમજતા નથી કે, સતીને માથે પણ વ્યભિચારીપણાનું કલંક ચડાવવાથી જેટલું પાપ છે તેટલું જ પાપ દયાળુ દેવને હિંસક (હત્યારા) બનાવવાનું છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે
जले विष्नु, स्थले विष्णु, विष्णु पर्वत मस्तके ।
ज्वाला माला कुले विष्णु, विष्णु सर्व जगन्मयः ।। હે પાર્થ! હું જળમાં છું, સ્થળ (પૃથ્વી) માં છું. પર્વતના માથા ઉપર (વનસ્પતિમાં) છું, જવાલા (અગ્નિ)માં છું, માલા (હવા)માં છું, કુલ (હાલતાં ચાલતાં પ્રાણી) માં છું. એ છ કાયારૂપી સર્વ જગતમાં વ્યાપી રહ્યો છું.
જેમ કે રાજાને છ પુત્ર હેય, તેમાંથી એકને મારી કઈ માણસ રાજાને ચડાવીને પૂછે કે, હે રાજન! તમે સંતુષ્ટ થયા ? તે વખતે રાજા સંતુષ્ટ થાય કે નારાજ તેને વિચાર કરી લે. એવી રીતે છકાયના જીવોની હિંસા કરી પ્રભુને ખુશ કરવા જેઓ ચાહે છે તેના ઉપર પ્રભુ ખુશી થતા જ નથી, પરંતુ અતિ નારાજ થાય છે.
* પદ–દેવકે આગે બેટા માગે,
ગોટે સો તો આપ હી આવે, જગ ચલે ઉફરંટે,
તખતો તો નારેલ કરે; ઉનકો ચડાવે ન રોટે; જૂઠેકો સાહેબ કેસે ભેટે !
(કબીર)