________________
પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ
૫૩૫. બોલનાર, સમજનાર અને માનનાર પણ અજ્ઞાનદશાથી અંધ બની. વૃક્ષનાં અંગે જેવાં કે પત્ર, પુષ્પ, ફળ, મૂળ, વગેરેને તેડી ઈચ્છા મુજબ તેની રચના કરી દેને સમર્પણ કરે છે અને એમ કરવું તેને ધર્મ માને છે. તુલસીના છોડને વિષ્ણુની સ્ત્રી તરીકે તેમ જ પિતાની માતા તરીકે માને છે. તેનાં પાંદડાં તેડી ધર્મને નામે દેવેને ચડાવે. છે એ ડું ભોળપણ છે?
વૈષ્ણવ ભાઈઓ કહે છે કે, સર્વ સૃષ્ટિ વિષ્ણુ ભગવાને બનાવી છે, અને સૃષ્ટિ ઉપરના સર્વ પદાર્થોના તે જ માલિક છે. એમ છે, તે વિષ્ણુની ચીજે વિષ્ણુને દેવાથી તેઓ શી રીતે પ્રસન્ન થશે ! શું વિષ્ણુ ભગવાન-પાન, ફળ-ફૂલના ભૂખ્યા છે ? અને તે ભૂખ પણ તમે વસ્તુઓ આપશે ત્યારે જ ભાંગશે અને તૃપ્તિ થશે ?
એવી અનેક અજ્ઞાનતાવાળી ધર્મ માન્યતાઓને લીધે કેટલાક તે મોટાં મોટાં વૃક્ષોને પણ જડમૂળથી ઉખેડી નાખે છે. છોડની કાચી કળીઓ તથા ફૂલેલા ફૂલોને સેંકડે બંધ તોડી નાંખે છે. કુમળા તેમ જ તાજા ચકચકિત પાંદડાને પણ તેડવામાં મેજ માને છે અને એ બધી વનસ્પતિઓ પ્રભુને ચડ્યા પછી ગમે ત્યાં રખડે છે, રગદોળાય છે અને હજાર માણસના પગ તળે કચરાય છે. અગર પાણીમાં પધરાવાય છે. એ સિવાય, પ્રભુને ભેગ લગાવવા નિમિત્તે કંદમૂળાદિ વનસ્પતિઓને સંહાર થાય છે. એથી વિશેષ અજ્ઞાનતા બીજી કઈ ગણવી?
ધર્મને નામે ત્રસ હિંસા-કેટલાક લેકે કીડી, માંકડ, ડાંસ, મચ્છર, જૂ, લીપ, વીછી, સાપ, મંકડા, ઈત્યાદિને પ્રલયના (મરવા માટે જ સરજાયેલા) જી કહે છે. તે છે સંસારમાં કંટક એટલે દુઃખરૂપ છે માટે મારવામાં પાપ નથી એમ પણ ગણે છે. એવા ભેળા. ભાઈઓને પૂછીએ કે, ભાઈઓ! એને કંટક શા માટે કહે છે ?
ત્યારે જવાબ આપે છે કે અમને દુઃખ દે છે માટે તેઓ કંટક છે. ઠીક, પણ તેઓ તે કંટક જીવે છે. વળી, અણસમજુ છે. પણ કટક જીને મારનાર તમારા જેવા સમજુ એને કેવા નામથી ઓળખીશું ?