________________
પ્રકરણ ત્રીજું મિથ્યાત્વ.
बुझिञ्जत्ति तिट्टिजा, बंधण परिजाणिया ! किमाह बधणां वीरो, किंवा जाण तिउट्टई ? !!
( સૂયગડાંગ ૧ શ્રુતસ્કંધ અધ્ય ૦ ૧) અર્થ–મનુ યે બેધ પ્રાપ્ત કરવો જોઈએ, તથા બંધનનું સ્વરૂપ જાણી તેને તેડવું જોઈએ. શ્રી વીર પ્રભુએ બંધનનું સ્વરૂપ શું બતાવ્યું છે? અને કેવું જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવ બંધનથી મુક્ત થઈ શકે ?
કર્મબંધનથી આત્માને બચાવવા માટે કર્મબંધનનું મુખ્ય કારણ જે “મિથ્યાત્વ છે તેનું સ્વરૂપ બતાવે છે.
યોગશાસ્ત્રમાં કહ્યું કે –
अनित्याशचि दुःखानात्ममु नित्यशुचि सुखात्मख्यातिरविद्या" અર્થાત્ અનિત્યને નિત્ય, અશુદ્ધને શુદ્ધ, દુઃખને સુખ અને આત્માને અનાત્મા માનો તે જ વિદ્યા (મિથ્યાવ) છે. મિથ્યાત્વના ૩ પ્રકાર છે?
૧. અણુઈયા અપજજવસિયા (અનાદિ અનંત) મિથ્યાત્વની આદિ પણ નથી અને અંત પણ નથી. અભવ્ય જીવોને એવું મિથ્યાત્વ હોય, તેમ જ અનંત ભવ્ય જીવે પણ એવાં છે,