________________
૫૦૪
જૈન તત્વ પ્રકાશ કે જે અનંતાનંત કાળથી અવકાહિક (અવ્યવહાર રાશિ) નિમેદની રાશિમાં પડેલા છે. તેઓ એ કેન્દ્રિય પર્યાયને છેડી હજી સુધી બેઈદ્રિય પણ થયા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ.
ર. અણુઈયા સપજવસિયા (અનાદિ સાત) : સંસારી જીવો અનાદિ મિથ્યાત્વી હોવાથી જેના મિથ્યાત્વની આદિ તે નથી, પરંતુ કેટલાક ભવ્ય જીવો સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાને ચગ્ય હોવાથી મિથ્યાત્વનો અંત કરે છે.
૩. સાઈયા સપજવસિયા-જે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી પછી પડિવાઈ થઈ જાય છે એટલે પુનઃ મિથ્યાત્વી થાય છે, તેનું મિથ્યાવ આદિ અને અંત સહિત હોય છે.
મિથ્યાત્વના સ્વરૂપને વિસ્તારથી સમજવા માટે તેના ૨૫ પ્રકાર કહીએ છીએ.
મિથ્યાત્વના પીસ પ્રકાર
૧. અભિગ્રહિક મિથ્યાત્વ. કેટલાક લોકો એમ માને છે કે આપણે ધ્યાનમાં આવે તે જ સાચું, બાકી તમામ ખાટું છે, એવા લોકે, પોતે માનેલી શ્રદ્ધામાંથી રખે પડી જાય એવા વિચારથી, સદગુરુને સમાગમ પણ કરતા નથી. શ્રી જિનેશ્વર ભગવાનની વાણીનું શ્રવણ વાંચન પણ ન કરે.
૦ સંસારમાં જીવો ૩ પ્રકારના છે: ૧. વંધ્યા સ્ત્રી જેવા-કે જે પુરુપને સંસર્ગ થવા છતાં પુત્રવતી થતી નથી તેવી જ રીતે અભવ્ય જીવ વ્યાવહારિક જ્ઞાનાદિની આરાધના કરી પ્રિય સુધી જાય છે, પણ પાછળ અનંત સંસારમાં 'પરિભ્રમણ કરે છે. પણ કદાપિ માસ પામતા નથી, ૨. વિધવા સ્ત્રી સમાનવિધવાને પુત્ર પ્રાપ્ત કરવાની સત્તા તો છે, પરંતુ પુરુષના સંયોગના અભાવે પુત્ર પ્રાપ્તિ થતી નથી. જે અવકારી નિગોદમાં રહેલા ભવ્ય જીવે છે તે તેમાંથી કદી નીકળશે જ નહિ, ગુણ પ્રાપ્ત કરી શકશે નહિ અને મોક્ષ પણ જશે નહિ. તેવી જ રીત નિગોદમાંથી નીકળેલા અનંત ભવ્ય જીવો એવા છે કે જેઓ સંસારમાં પરિમાણ કરતા જ રહેશે. કદાપિ મેસ પામશે નહિ. ૩. સધવા સ્ત્રી સમાનસધવા સ્ત્રી પુરુપના યોગથી પુત્ર પ્રાપ્તિ કરી શકે છે તેવી જ રીતે નિકટભવ ભવ્ય જીવ જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરે છે અને મોક્ષમાં પણ જાય છે.