________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૫૧: કેટલા વર્ષની દીક્ષાવાળા સૂત્ર ભણે? દશપ્રકારની વૈયાવચથી મહાનિર્જરા, પ્રાયશ્ચિત્તને ખુલાસે ઈત્યાદિ છે.
આ સૂત્ર અગ્રગણ્ય સાધુ સાધ્વીએ અવશ્ય ભણવું જોઈએ. આ વ્યવહાર સૂત્રના મૂળ શ્લોક ૬૦૦ છે.
ર, બૃહત ક૫ સૂત્ર-તેના છ ઉદેશ છે.
પહેલા ઉદેશામાં કેળાં લેવાની વિધિ, સ્થાનક ૧૦ પ્રકારનાં કલ્પ, માતરિયા રાખવાની વિધિ, જળાશયના કાંઠે ૧૬ કામ કરવાં, પરસ્પર કલેશ ઉપશમાવ, ચાતુર્માસમાં અને શેષકાળમાં કેવી રીતે રહેવું, ગૌચરી કરતાં આહાર સિવાયની વસ્તુ લેવાની વિધિ, રાત્રિએ સ્થાનક, પાટ લેવાની વિધિ. રાત્રિએ વસ્ત્રપાત્ર લેવાની તથા વિહાર કરવાની મના અને આર્યદેશની હદ બતાવી છે.
બીજા ઉદેશામાં ધાન્યવાળા મકાનમાં રહેવાની વિધિ, મદિરા પાણી, મિષ્ટાન્નવાળાં મકાનમાં રહેવાની વિધિ, સાધુ સાધ્વીને રહેવા
ગ્ય સ્થાનક, શય્યાતરના ઘરેથી આહાર લેવાની મના અને વસ્ત્ર ગ્રહણ કરવાની વિધિ બતાવી છે.
ત્રીજા ઉદેશામાં સાધુને સાથ્વીના ઉપાશ્રયમાં જવાને નિષેધ, ચમ લેવાની વિધિ, વસ્ત્ર લંગોટ પહેરવાની વિધિ, ગૌચરી કરતી વખતે વસ્ત્ર લેવાની વિધિ, દીક્ષા લેતી વખતે ઉપકરણ લેવાની વિધિ, માસામાં વસ્ત્ર લેવાની મના, નાના મોટાની મર્યાદા, ગૃહસ્થના ઘરમાં ૧૪ કામ કરવાની મના, પાટ પાટલા લેવાની વિધિ, બીજા સાધુ આવે ત્યારે મકાનની આજ્ઞા લેવાની વિધિ, અંતરવાળા અને નધણિયા મકાનમાં રહેવાની વિધિ, સેનાને પડાવ હોય ત્યાં રહેવાની મના અને સવા જન આહાર આદિ કલ્પવાની વિધિ બતાવી છે.
ચોથા ઉદેશામાં મોટા પ્રાયશ્ચિત્તને અધિકારી દીક્ષાને અયોગ્ય, સૂત્રજ્ઞાન આપવાને ગાયેગ, સાધુ સાધ્વીનું સંઘટ્ટન, પ્રથમ પ્રહર આહાર, બે ગાઉ ઉપર આહાર, સદેષ આહારનું શું કરવું ? આહાર