________________
જૈન તત્ત્વ પ્રકાશ
૨૫૨
લેવાની ચૌભગી, ખીજા ગચ્છમાં જવાની વિધિ, અન્ય ગચ્છના સાધુ પાસેથી જ્ઞાન ગ્રહણ કરવાની વિધિ, મૃતક સાધુને પરડવવાની વિધિ, કલેશ થાય ત્યારે ખમાવ્યા વિના આહાર કરવાની મના, પરિહાર વિશુદ્ધ ચારિત્રની વિધિ, નદી ઊતરવાની વિધિ અને તૃણુના ઘરમાં રહેવાની વિધિ અતાવી છે.
પાંચમા ઉદેશામાં વૈક્રિય સ્ત્રી પુરુષના સંઘટ્ટાના દોષ, સાધુ સાધ્વીએ પરસ્પર કલેશે:પશમન કરવુ, સૂર્યદય અસ્તમાં આહાર લેવાની ચેાભ’ગી, રાત્રિએ એડકાર (ઘચરકે) આવે તે દોષ, સાધ્વીનેા વિશેષ આચાર, માત્રા ઘણું કરવાનું કારણું, પ્રથમ પ્રહરમાં લાવેલુ' અંતિમ પ્રહરમાં વાપરવાની મના, સુગંધી દ્રવ્ય શરીરે લગાડવાની મના, પરિહાર વિશુ દ્ધિની વૈયાવચ્ચ, સરસ આહાર કરીને તરત તપ કરવા એમ કહ્યુ છે.
છઠ્ઠા ઉદેશામાં છ પ્રકારના વચન ન લે, છ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત લે, સાધુ સાધ્વીએ પરસ્પર સંઘટ્ટન કરવાનું કારણ, છ પ્રકારે પલીમન્ચુ અને છ સયમન! કલ્પ ખતાવ્યા છે.
આ બૃહત્કલ્પ સૂત્રના ૪૭૩ ક્ષેાય છે.
૩. નિશીથસૂત્ર-ના ૨૦ ઉદેશા છે. પહેલા ઉદેશામાં ગુરુમાસિક પ્રાયશ્ચિત, બીન્તી પાંચના ઉદેશા સુધી લઘુમાસિક પ્રાયશ્ચિત્ત, છ થી અગિયારમા ઉદેશામાં ગુરુ ચોમાસિક પ્રાયશ્ચિત્ત, ખારમાથી એગણીસમા ઉદેશા સુધી લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત અને કયાં કયાં કામ કરવાથી કયાં કયાં પ્રાયશ્ચિત્ત આવે છે તેની ૧૫૯૦ કલમે (કાનૂન) બતાવેલ છે. અને વીસમા ઉદેશામાં પ્રાયશ્ચિત્ત આપવાની વિધિ બતાવી છે. સાધુ સાધ્વીએ આ સૂત્ર ભણ્યા વિના અગ્રેસર થઈ વિહાર કરવે! નહી
તેના મૂળ ૮૧૫ શ્ર્લોક છે.
૪. દશાશ્રુતકે ધ-આમાં ૧૦ દશા છે. પહેલી દશામાં ત્રીસ અસમાધિ દોષ, બીજીમાં ૨૧ સખળા દોષ, ત્રીજીમાં ૩૩ આશાતના, ચેથીમાં આચાર્યની ૮ સપદા, પાંચીમાં ચિત્તસમાધિના ૧૦ સ્થાન, છઠ્ઠીમાં શ્રાવકની ૧૧ પ્રતિમા, સાતમીમાં સાધુની ૧૨ પ્રતિમા, આઠ