________________
૨૫૦
જૈન તત્ત્વ પ્રકાશ ચેથા ઉદેશામાં આચાર્યને પરિવાર, આચાર્યને વિહાર, આચાર્યનું મૃત્યુ થયે શું કરવું? યુવાચાર્ય સ્થાપન, ભેગાવલી ઉપશમન, વડી દીક્ષા, શાસ્ત્રાદિ અર્થ, અન્ય ગચ્છમાં જવાનું, સ્થવિરને વિના આજ્ઞાએ વિચરવાનું, ગુરુ કેવી રીતે રહે ? બને બરાબરીના થઈને ન રહેવું; ઈત્યાદિ કથન છે.
પાંચમા ઉદેશામાં સાધ્વીને આચાર, સ્થવિર સૂત્ર ભૂલે તે પણ પદવી મેગ્ય, સાધુ સાધ્વીના ૧૨ સંજોગ, પ્રાયશ્ચિત્ત દેવા યોગ્ય આચાર્ય અને સાધુ સાધ્વી પરસ્પર વૈયાવચ્ચ કેવી રીતે કરે તેનું કથન છે.
છટ્ટા ઉદેશામાં સાધુને સાંસારિક સંબંધીઓને ઘેર જવાની વિધિ, આચાર્ય, ઉપાધ્યાય આદિના અતિશય, અપંડિત તથા પંડિત સાધુ, ખુલા અને ઢંકાયેલાં સ્થાનક આશ્રયી, મિથુન ઈચ્છાનું પ્રાયશ્ચિત, અન્ય ગરછથી સાધુ સાધવી કેમ વર્તાવ કરે ઇત્યાદિ કથન છે.
સાતમા ઉદેશામાં સગી સાધુ સાધ્વીને આચાર, પક્ષ વિસભેગીએ શું કરવું ? સાધુ સાધ્વીને દીક્ષા કેવી રીતે આપવી ? સાધુ સાધ્વીને આચારની ભિન્નતા, રુધિરાદિ અસઝાય ટાળવી, સાધુસાધ્વીને પદવી આપવાને કાળ; એચિંતા સાધુ મૃત્યુ પામે તે શું કરવું ? સાધુ રહેતા હોય તે તે મકાનને ભાડે આપે અથવા વેચી નાંખે તે શું કરવું? રાજાને પલટો થાય તે આજ્ઞા લેવી ઈત્યાદિ કથન છે.
આઠમા ઉદેશામાં ચોમાસાને માટે શા–પાટ યાચવાની વિધિ, ભૂલેલું ઉપકરણ ગ્રહણ કરવાની વિધિ, સાધુએ અન્ય સાધુ માટે ઉપકરણ યાચવાની વિધિ બનાવી છે.
નવમા ઉદેશામાં શય્યાતરના મહેમાન પાસેથી આહાર લેવાની વિધિ, સાધુની પ્રતિજ્ઞાની વિધિ બતાવી છે.
દસમા ઉદેશમાં જવમધ્ય પ્રતિમા, મધ્ય પ્રતિમા, પાંચ વ્યવહાર સવિસ્તર, વિવિધ ચૌભંગી, બાળકને દીક્ષા દેવાની વિધિ