________________
૧૮૨
જૈન તત્વ પ્રકાશ
કારણેનું પાલન કરે તે “સંસાર વ્યુત્સર્ગ, અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મને બાંધવાનાં કારણોનો ત્યાગ કરે, તે “કમ વ્યુત્સર્ગ.
૪ આચાર રત્નાકર ગ્રંથમાં ૮ કર્મબંધનાં કારણે આ પ્રમાણે કહ્યાં છે -
(૧) જ્ઞાનાવરણીય કર્મ ૭ કારણેથી બાંધે. ૧. શાસ્ત્રો વેચી આજીવિકા કરે ૨. કુળદેવની પ્રશંસા કરે. ૩. સજ્ઞાનમાં સંશય કરે, ૪. કુશાસ્ત્રની પ્રશંસા કરે. ૫. સિદ્ધાંતના મૂળ પાઠને ઉત્થાપે, ૬. અન્યનાં દૂષણ પ્રગટ કરે અને ૭. મિશ્યા શાસ્ત્રનો ઉપદેશ કરે.
(૨) દર્શનાવરણીય કર્મ ૧૦ કારણે બાંધેઃ ૧-૪ કુદેવ, કુરુ, કુધર્મ, કુશાસ્ત્રની પ્રશંસા કરે. ૫. ધર્મનિમિત્તે હિંસા કરે. ૬. મિયા બુદ્ધિ રાખે છે. અધિક ચિંતા કરે, ૮ સમ્યક્ત્વમાં દોષ લગાડે. ૯. મિશ્યા આચાર સેવે અને ૧૦. જાણીબુઝીને અન્યાયની રક્ષા કરે.
(૩) શાતા વેદનીય કર્મ ૧૪ પ્રકારે બાંધે. ૧. દયા કરે, ૨. દાન દે, ૩. ક્ષમા કરે, ૪. સત્ય બોલે, ૫. શીલ પાળે. ૬. ઈન્દ્રિયદમન કરે, ૭. સંયમ પાળે. ૮. જ્ઞાનમાં નિમગ્ન રહે, ૯. ભક્તિ કરે, ૧૦. સત્ય પુરુષને વંદન કરે. ૧૧. શાસ્ત્રાર્થ વિચારે, ૧ર. સાધ દે, ૧૩. અનુકમ્પા કરે અને, ૧૪. સત્યાચારનું સેવન કરે. અશાતા વેદનીય કર્મ ૧૬ કારણે બાંધે. ૧. વાત કરે, ૨. છેદન કરે, ૩. ભેદન કરે, ૪. પરિતાપ દે, પ, ચુગલી કરે, ૬. દુઃખી કરે, ૭. ત્રાસ દે, ૮. આઝંદ કરાવે, ૯. દ્રોહ કરે, ૧૦. થાપણ ડૂબા, ૧૧. અસત્ય બોલે, ૧૨. વેર વિરોધ કરે, ૧૩. ઝઘડા કરે, ૧૪. ક્રોધ માન ઉત્પન્ન કરે, ૧૫. પરનિંદા કરે, અને ૧૬, સ્વયં દુઃખ શોક કરે.
() મોહનીય કર્મ ૬ કારણે બાંધે. ૧. અન્તની નિંદા કરે, ૨. અન્ત– પ્રણીત શાસ્ત્રની નિંદા કરે, ૩. જૈન ધર્મની નિંદા કરે, ૪. સદ્દગુરુની નિંદા કરે, ૫. ઉસૂત્ર પ્રરૂપે અને, ૬. કુપંથ ચલાવે.
(૫) દેવાયુ ૧૦ કારણે બાંધે. ૧. અલ્પકષાયી હોય, ૨. નિર્મળ સમ્યકત્વ પાળે, ૩. શ્રાવકનાં વ્રત શુદ્ધ પાળે ૪. ગત વસ્તુ-ઇષ્ટ વિયોગની ચિંતા ન કરે. ૫. ધર્મામાની ભક્તિ કરે, ૬. દયા દાનની વૃદ્ધિ કરે, ૭. જૈન ધર્માનુરાગી હેય. ૮. બાલાપ કરે, ૯. અકામ નિર્જરા કરે, અને, ૧૦. સાપુનાં વ્રત શુદ્ધ પાળે.
(૬) તિર્યંચનું આયુષ્ય ૨૦. કારણે બાંધેઃ ૧. શીયળ ભંગ કરે, ૨. ઠગાઈ કરે, ૩. મિશ્યાકર્મ આચરે, ૪. ખોટો ઉપદેશ દે, પ. કૂડાં તોલ કૂડાં માપ રાખે, ૬. દગાબાજી કરે, ૭. જૂઠું બોલે, ૮. જુઠી સાક્ષી પૂરે, ૯. સારી વસ્તુમાં ખરાબ વસ્તુ મેળવીને આપે. ૧૦ વસ્તુનું રૂપ ફેરવીને વેચે, ૧૧. પશુનું રૂપ