________________
૧૮૧
પ્રકરણ હજુ આચાર્ય
શુકલધ્યાનના ૧૬ ભેદ થયા, અને ચારે ધ્યાનના ૮+૮+૧૬+૧૬=૪૮ ભેદ પૂર્ણ થયા. તેમાં આ રૌદ્ર ધ્યાનના ૧૬ ભેદ હેય ( ત્યાજ્ય) છે અને ધર્મ અને શુકલધ્યાનના ૩૨ ભેદ ઉપાદેય (આદરવા યોગ્ય) છે. એ ધ્યાન તપ થયું.
૧૨ મું વ્યુત્સર્ગ તપઃ તેના ૭ પ્રકાર-છોડવા ચોગ્ય વસ્તુને છોડે તે વ્યુત્સર્ગ તપ. તેના બે પ્રકાર : ૧. દ્રવ્ય વ્યુત્સર્ગ અને ૨. ભાવ વ્યુત્સર્ગ.
દ્રવ્ય વ્યુત્સર્ગના ૪ પ્રકાર. ૧. શરીર મમત્વ છોડે. વિભૂષા–શુશ્રષા ન કરે તે શરીર વ્યુત્સર્ગ.
૨. જ્ઞાનવંત, ક્ષમાવંત, જિતેદ્રિય, અવસરનો જાણ, ધીર, વીર, દઢ શરીરી, શુદ્ધ શ્રદ્ધાવંત એ આઠ ગુણોનો ધારક સાધુ ગુરુની આજ્ઞા લઈ સમ્પ્રદાય છોડી એકલ વિહારી થાય તે ગણ વ્યુત્સર્ગ.
૩. વસ્ત્ર, પાત્ર ઓછા રાખે તે “ઉપાધિ વ્યુત્સર્ગ.”
૪. નમુક્કારસી, પારસી આદિ તપ કરે તથા ખાનપાનાદિ પદાર્થોનું પરિમાણ કરે તે “ભક્તપાન સર્ગ.
ભાવ વ્યુત્સર્ગના ૩ પ્રકાર. ૧. કોધાદિ ચારે કષાયે કામ કરે “તે કષાય વ્યુત્સ.'
૨. મહારંભ, મહાપરિગ્રહ, મદ્યમાં સેવન અને પંચેન્દ્રિઘાત એ ૪. કારણે જીવ નરકમાં જાય છે. કપટ, વિશ્વાસઘાત, જૂઠ, અને ખોટા તેલમાપ રાખવાં એ જ કારણે જીવ તિર્યંચગતિમાં જાય છે. વિનય, ભદ્રિક પરિણામ, દયાળુતા અને ગુણાનુરાગી એ ચાર કારણે જીવ મનુષ્યગતિમાં જાય છે. સરાગસંયમ ( શિષ્ય કે શરીરાદિ પરનું મમત્વ તે સરાગ.) સંયમસંયમ (શ્રાવક), અકામ નિર્જરા ( પરાધીનતાથી દુઃખ સહે) અને બાલતપસ્વી (પંચધૂર્ણ આદિ તપ કરે,) એ ચાર કારણે જીવ દેવગતિમાં જાય.
એ ચારે ગતિમાં ગમન કરાવનાર ઉપર કહેલ ૧૬ કારણે ત્યાગ કરે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ૪ મેક્ષગતિનાં