________________
વિવિવરણ
૧૨૩ શિક પક તીર્થકર શ્રી શાંતિનાથ. ઉપરોક્ત મનના પાના ૯૯ ઉપરથી વચમાં શાંતિનાથ ભગવાનની પીળા વર્ણની મૂર્તિ છે તેના માથાના વાળ છવંત મનુષ્યની માફક કાળા રંગથી ચિત્રકારે આ ચિત્રમાં રજુ કર્યા છે, તેઓની મૂર્તિ પધાસનની બેઠકે પબાસન ઉપર બિરાજમાન છે, બંને બાજુએ બે ઊભી આકૃતિઓ ચામર ધરનારની છે. ઉપરના ભાગમાં બંને બાજુ હાથી ઉપર એકેક આકૃતિ બેઠેલી છે જે ચીતરવાને ચિત્રકારનો આશય પ્રભુના જન્મ સમયે ઈદ હાથી ઉપર બેસીને આવે છે તે બતાવવાને હેય એમ લાગે છે. ચિત્ર ૫૭ મેઘરથરાજાની પારેવા ઉપર કહ્યું. પ્રતના પાના ૨૪૧ ઉપરથી શાંતિનાથ ભગવાન પૂર્વના
બાર ભાવો પૈકી દસમા ભાવમાં મેઘરથ નામે રાજા હતા તે સમયના એક પ્રસંગને લગતું આ ચિત્ર છે – “મેઘરથ રાજાની ઉત્કૃષ્ટ કરુણાની દ્ધસભામાં કે એક વખતે પ્રશંસા કરતાં કહ્યું કેઃ “આ સમયમાં રાજા મેઘરથ જેવો કોઈ પરમ દયાળુ પુરષ પૃથ્વીતટ ઉપર વિદ્યમાન નથી.' તે સમયે આ સાંભળીને એકદેવ તુરત જ સભામાંથી ઊઠી રાજા મેઘરયની પરીક્ષા કરવા માટે ઉઘુક્ત થયો છતો પારેવા અને સિંચાણાના બે રૂપો વિફર્થીને આગળ ભયથી થરથર કંપતો પારેવો અને પાછળ સિંચાણે એવી રીતે રાજા મેઘરથ ક્યા રાજ્યસભામાં બેઠે છે ત્યાં ગયો. પારે ભયથી વિહવળ થઈને રાજાના ખોળામાં જઈને પડ્યો અને મનુષ્યની ભાષાથી બોલવા લાગ્યું કે હે રાજન ! હું બહુ જ ભયભીત છું અને તમારા દયાળુતા આદિ ગુણોની કીર્તિ સાંભળીને તમારા શરણે આવ્યો છું. શરણાગતનું રક્ષણ કરવું તે મનુષ્ય માત્રની ફરજ છે. તેમાંએ શરણે આવેલાનું પ્રાણ પણ ક્ષત્રિઓ રક્ષણ કરવાનું ચૂકતા નથી. રાજાએ તે પારેવાને ધીરજ અને આશ્વાસન આપતાં કહ્યું કે “તું ગભરા નહિ! હું તારું પ્રાણતિ પણ રક્ષણ કરીશ.' આ પ્રમાણે જ્યાં બોલી રહેવા આવ્યો કે તરત જ તેની પાછળ પડેલો સિચાણ ત્યાં આવ્યા અને બોલવા લાગ્યો કે હે રાજન ! હું બહુ જ દિવસને સુધાથી પીડાએલો છે અને આ પારેવો મારું ભક્ષ છે માટે મને તે સંપી દે! જે તમે મને નહિ સેપિો તે છેડા જ રામયમાં સુધાની પીડાથી મારા પ્રાણ નીકળી જશે.' રાજાએ તેને બહુ સમજાવ્યો પરંતુ ત્યારે તે કોઈ પણ પ્રકારે ન સમજ્યો ત્યારે તે પારેવાની ભારોભાર રાજાએ પોતાનું માસ આપવું અને તે પણ પિતાના હાથે જ કાપીને આપવું એમ ઠરાવવામાં આવ્યું. આ પ્રમાણે નક્કી થયા પછી રાજા ભત્રી પાસે પિતાનું માસ કાપવા માટે મેટી છરી મંગાવે છે. આ સમયે આ સઘળે વૃત્તાંત અંતઃપુરમાં રહેલી રાણુઓની જાણમાં આવતાં સારાએ અંતઃપુરમાં તથા નગરમાં હાહાકાર વર્તી રહ્યો. આ પ્રસંગને લગતું એ ચિત્ર છે.
ચિત્રમાં જમણી બાજુએ મેઘરથ રાજા સુવર્ણના સિહાસન ઉપર બેઠેલા છે, અને તેના જમણા હાથમાં મોટું પર્ણતલવાર છે તથા પિતાના ડાબા હાથથી મંત્રી તથા રાણીને શોરબંકર નહિ કરવા સમજાવતા હોય એમ લાગે છે. સિંહાસનની નીચેના ભાગમાં પારેવો ચીતરેલો છે, રાજાની પાસે ચિત્રની વચમા મંત્રીના હાથમાં પોતાની તલવાર છે. ડાબી બાજુએ અંતઃપુરની રાણુઓ પૈકીની એક રાણી તદ્દન સાદા વેશમાં (માણસ જ્યારે એકદમ ગભરાઈ જાય છે ત્યારે તેને પિતાના કપડાંલત્તાનું ભાન હેતું નથી) જમણે હાથ લાંબો કરીને શોરબકોર કરતી અને