________________
૧૨૨
જેન ચિત્રકલપકુમ શ્રીની પાસે આવીને તેઓશ્રીને અમુપમ સુધાતુય ઉપદેશ સાંભળવા લાગ્યાં (જુઓ ચિત્ર ૫૫). આ પ્રાણીઓમાં એક હરણ પણ હતું કે જે ચોવીસે કલાક બલદેવમુનિની બાજુમાં જ રહેતું હતું, અને મધ્યાહ્ન સમયે ગોચરી કરવાના સમયે) આમતેમ જંગલમાં મુસાફરની શોધ કરીને કેઈ મુસાફર જંગલમાં આવ્યો હોય તે મિતાકારથી બલદેવમુનિને પોતાની પાછળ પાછળ બોલાવીને તે મુસાફર પાસે લઈ જતા અને તે રીતે હમેશાં બલદેવમુનિ તે મુસાફરો પાસેથી ગોચરી વહેરીને આહારપાણ કરતા તે સમયે, હરણ ઊ ભો ભાવના ભાવને. તે પ્રસંગને લગતું એક કાવ્ય આચાર્ય શ્રી વિજય મેહનસુરિશ્વરજીના શિષ્ય ઉપાધ્યાયજી શ્રી પ્રીતિવિજયજીના સંગ્રહમાંની “પ્રાસ્તવિક દુકા’ની એક પ્રાચીન હસ્તલિખિત પ્રતમાંથી મને તેઓશ્રીએ આપેલું, તે નીચે મુજબ છે –
ભાવના ભાવે (૨) હરણ લો, નયને નીર ઝરંત;
મુનિ વહરાવત ફરી કરી, જે હું માણસ ત. ૧૨I એક પ્રસંગે કોઈ રથકારક જંગલમાં લાકડાં કાપવા આવ્યો અને ઝાડ ઉપરથી લાકડાં કાપનાં કાપતાં મધ્યાહ્ન થઈ જવાથી એક લાકડું અરધું કાપીને ઝાથી નીચે ઉતરીને પિતાના ઘેરથી લાવેલું ભાથું વાપરવા નીચે ઊતર્યો તે સમયે આ રથકારકને હરણિયાએ જેવાથી બલદેવમુનિને ઇગિતાકારથી તે સ્થળે બોલાવી લાવ્ય, મુનિને જેને પૂર્વપૂણ્યના ઉદયે રથકારકને પણ આવા જંગલમાં મુનિને પગ ભલવાથી અત્યાનંદ થયો ને પિતાની પાસેના ભાથામાંથી બલદેવ
મુનિને (માસોપવાસના પારણે) વડરાવ્યું. શિર પ૪ મૃગ બળદેવમુનિ અને રથકારક. ચિત્રની જમણી બાજુએ ઝાડની નીચે બલદેવમુનિ બે હાથ પ્રસારીને ભિક્ષા લેવા અને તેઓની ડાબી બાજુએ હરણ ઊભુંકાવ્યું તેમની તપસ્યાની તથા રથકારકની આહારપાણ વહેરાવવા સંબંધીની ભક્તિની અનુમોદના કરતું દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ એક ઝાડની નીચે રથકારક બે હાથે આધારને પિક મુનિને વહેરાવવાની ઉત્સુક્તા બતાવને ચિત્રકારે બહુ ખૂબીપૂર્વક ચીતરેલો છે, કારની ડાબી બાજુએ તેને લાકડાં કાપીને લાકથી ભરેલું ગાડું તથા ગાડાનાં બે બળદે, જેમાનો એક જમીન ઉપર બેઠેલો તથા એક ઉભો એ ચીતરીને ચિત્રકારે પિતાની કળાને સુંદર દાખલો બેસાડ્યો છે; કારણ કે બે ઈંચ જેટલી સંકુચિત જગ્યામાં આટલા પ્રાણીઓની આકૃતિઓ અને તે પણ તાદશ સ્વરૂપે રજુ કરવી તે વૃત્તાંતનિરૂપણની તેની સચોટ બુદ્ધિ દાખવે છે. આ જ સમયે જે ઝાડ નીચે આ ત્રણે જણ ઊભા છે અને તેની ડાળીને જે છેડે ભાગ કાપવાનો બાકી છે તે પવન આવવાથી ડાળી તુટી પડીને તે ત્રણેના ઉપર પડવાથી ત્રણે જણા મૃત્યુ પામે છે અને મૃત્યુ પામીને ત્રણે જણ એક જ દેવલોકમાં સમાન અદ્ધિવાળા દેવતરીકે સાથે ઉત્પન્ન થાય છે. દેવલોકને પ્રસંગ બનાવવા માટે ચિત્રકારે ચિત્રના ઉપરના વચગાળના ભાગમાં વિમાનની આકૃતિ ચીતરી છે અને એ રીતે કરનાર–રથકારક કરાવનાર-બલદેવમુનિ અને અનુમોદનાર–હરણ ત્રણે જણ એક જ સ્થાનકે પહેંચ્યા તે બતાવવાનો આશય ચિત્રકારે બરાબર સાચવ્યો છે. આ ચિત્રમાં પણ મુનિને એક બાજુને ખભે ખુલ્લો છે. આખાયે આ ચિત્રસંગ્રહમાં આ બંને ચિત્ર બે જ ભાવવાહી છે.