________________
જેન ચિત્રકલ્પદ્રુમ કકડ (ચિત્ર નં. ૧૪૮).
મનુબ-આકૃતિઓની ગઠવણીથી બનેલાં અચેતન પદાર્થોના આકારચિત્રોનો વિચાર કર્યો. હવે હાલતાં ચાલતાં ચેતન ચિને પરિચય કરીએ.
સાત સ્ત્રીઓની સહાયથી એક કલાકારે કુકડાની આકૃતિ સિદ્ધ કરી છે. એમાં કલગી અને પીછાને આભાર વસ્ત્રના ઊડતા પાલવથી બતાવવાને બદલે સંયોજકે વાસ્તવિક પીછાં જ ચીતર્યાં છે. તેને લીધે ચિત્રાભાસદારા જામેલી કુકડાની છબી ઊડી જાય છે અને અવાસ્તવિકતાને સહજ ખ્યાલ આવતા ચિત્ર માત્ર પીછીના પ્રયોગની વસ્તુ બની જાય છે. નારીઅશ્વ (ચિત્ર ન. ૧૪૯) પ્રાણી યોજનાનો બીજો મળી આવેલો પ્રયોગ અશ્વની આકૃતિને છે. અશ્વને સંયોજનાને વિષય બનાવ્યાની રૂઢિ પ્રાચીન જણાય છે; કારણકે સંજનાના નિમણુકાને અનુસરતાં તેનાં ત્રણ જુદાંજુદા સ્વરૂપે પ્રાપ્ત થયા છે.
પહેલો નમૂનો છ કલાયુક્ત છે અને પ્રમાણમાં વળી આધુનિક પણ જણાય છે. એમાં પાંચ સ્ત્રી-આકૃતિની ગોઠવણીકારા અશ્વનું સ્વરૂપ ધ્વનિત કર્યું છે. છતાં તે ઉપરાંત બીજી અનુપૂરક રેખાઓની મદદ પણ આલેખકને લેવી પડી છે. એટલે આ આકૃતિ કેવલ સંજનાની કલાથી બનેલી નથી. તેની ઊણપ રેખાંકનથી પૂરવી પડી છે. સ્ત્રીઓને તથા તે ઉપર બેઠેલા પુરુષેત્તન (પ્રભામંડળ હોવાથી)ના આલેખનમાં સજીવતા નથી. છતાં સેંધવા જેવી ખાસ વસ્તુ આમાં હોય તે તે અશ્વના પંછડાની ગોઠવણ છે. ચમ્મર ખભે નાખીને, ગતિમાં હોય તેમ પગ રાખી ઊભેલી સ્ત્રી, ઘોડાને લગભગ પૃષ્ઠ ભાગ ઉપજાવી આપે છે; અને ચમ્મરથી ભરાવદાર પૂછડાને બરાબર ખ્યાલ લાવે છે. પરંતુ સ્ત્રીઆકૃતિને અંગભૂત ભાગ એ નથી. મુખસ્થાને ગોઠવેલી રબીની વેણુ કેશવાળીને આભાસ ઉત્પન્ન કરે છે. નારીઅશ્વ, રજપૂત-મુગલ સમય (ચિત્ર નં ૧૫) બીજે નમૂને રાજપૂત અને મુગલ કલાના સંધિકાળનો એટલે લગભગ સત્તરમા શતકના પ્રારંભ કાળને છે. વડોદરાના પુષ્ટિ સંપ્રદાયના શ્રીનાથજીના મંદિરમાં એ અસલ ત્રિરંગી ચિત્ર સચવાઈ રહેલું છે. કલાને એ સુદર નમૂનો છે. એમાં નવનારીની રચના છે. ચિત્ર સર્વાંગસુંદર છે. મુખને આભાસ કરાવનારી મુખસ્થાને ગોઠવેલી સ્ત્રીની હસ્તસયાજના ખુબ જીવત છે. પગને આભાસ પાયજામાથી ઠીક સાો છે. કેશવાળી તે મુખસ્થાને આવેલી ગોપીની વેણથી જ અહીં પણ બનેલી છે. ઘોડાની લંબાઈ સાધવા માટે વચ્ચેની ગોપીના હાથમાં મૃદંગ આપ્યું છે. છત્ર, ચમ્મર અને પ્રભામંડલના સાથથી ગોકુલવૃન્દાવનના શ્રીકૃષ્ણ એક રાજવી જેવા દીપે છે.
terent subjects In a palanquin pictue copied froin a book containing illuminated specimens of Arabic & Persian penmanslup marhed Laud A. 181 in the Bodleian library, Oxford, one of the seven women, in rather a curious posture, forms the arch over the head of deity which seemed to be in the style of a Mohomedan." p. 129.